________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. કરતાં કેટલાક પિતાના પુરૂષોને સાથે લઈ અન્યની સેવા કર્યા શિવાય કઈ પણ નજીકના દેશમાં જઈ હું નિવાસ કરું. વળી
જ્યાં સુધી આ પિતા જીવે ત્યાં સુધી આ વિચાર ઠીક છે. એમના મરણ પછી જેમ યોગ્ય લાગશે તેમ કરવાને હું સ્વતંત્ર છું. હાલમાં તે સંબંધી ચિંતા કરવાની કંઈ પણ જરૂર નથી.
એમ હદય સાથેનિશ્ચય કરી કેટલાક પરિજનને સાથે
લઈ સામંત, મંત્રી, નગરના મુખ્ય નાયક સિંહગુહાપલ્લી. અને રાજા વિગેરે કઈ ન જાણે તેવી
રીતે નગરમાંથી હું બહાર નીકળે ત્યાર બાદ અનુક્રમે સિંહગુહાનામે આ પલ્લીમાં હું આવી પહચ, રહેવાને લાયક એવો આ પ્રદેશ જેઈ અહીંયાંજ હે નિવાસ કર્યો. પછી જેમ જેમ હારી પ્રસિદ્ધિ થતી ગઈ, તેમ તેમ કેટલાક ભિલ્લો મહને મળતા ગયા. એમ કરતાં કેટલોક સમય વ્યતીત થયે, એટલે હારી પાસે અનેક જિલ્લાની વસ્તિ જામી ગઈ; પરંતુ તેમનું કામ તો ઘણું જ નિર્દય છે. જેને તેને લુંટવાને જ તેઓ ધંધો કરે છે. છતાં તે લેકે મહારા તાબામાં વસવા લાગ્યા. આ સઘળા પરિવારને લઈ હાલમાં હું અહીં પલ્લીપતિ થયો છું. હે પોપકારી? તમે જે પૂછ્યું કે, પાષિષ્ઠ લેકને વસવાલાયક આ પલ્લીમાં તમ્હારા સરખા ઉત્તમ પુરૂને રહેવાનું શું કારણ? તેનો જવાબ હું સંક્ષેપમાં તમને કહ્યો; વળી હે ધનદેવ ? બહુ સ્નેહને લીધે આપની આગળ આ સર્વ ગુપ્ત વૃત્તાંત પણ મહે જણાવ્યું.
For Private And Personal Use Only