________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ તે સમયે હને બહુ કોઇ ચડી આવ્યો, જેથી મહું બહુ
દુરાચાર ચિંતવ્યો કે, આ પિતાને મારીને સુપ્રતિષ્ઠનેક્રોધ. રાજ્ય હું લઈ લઉં. બીજા મહારે સંક૯પ
વિકપની કંઈ જરૂર નથી. અથવા મહાર વંશમાં કોઈ પણ પ્રાચીન પુરૂષોએ આવું પાપ કર્યું નથી. તે અસાર એવા રાજ્યને માટે હું અકૃત્ય કેવી રીતે કરું ! અહો ! સ્ત્રીના વચન વડે ફોધાંધ બની આ પિતા અન્યાય કરે છે, તે તે સુખેથી કરે. પરંતુ હું વિવેકી થઈ મહારે આ અકૃત્ય કરવું યોગ્ય નથી. વળી દુસહ એવું પિતાનું અપમાન કરવું તે શું હાલમાં મહને ઉચિત ગણાય? તેમજ વળી હારે આત્મવધ કરવો તે પણ નથી. કારણ ४, जीवन्नरो भद्रशतानि पश्येत.
અર્થજે પુરૂષ જીવતે હોય છે, તે સેંકડો શુભ કાર્યને ભોકતા થાય છે. વળી–સમઘાતી મા -જે આત્મઘાત કરે છે તે મહાપાપી ગણાય છે. માટે એવા અધર્મના વિચારમાં પડવું ઉચિત નથી. પરંતુ દેશને ત્યાગ કરી વિદેશ જવું એજ સારામાં સારો ઉપાય છે. માટે દેશાંતર જઈ કઈ રાજાની સેવા કરવી, તે ઠીક છે, અરે? તે કાર્ય પણ મહને ઉચિત નથી. કારણકે, લોકમાં સેવા એ મહાકું અપમાન ગણાય છે. સુગ્રીવરાજાને પુત્ર યુવરાજ થઈ મોટી સમૃદ્ધિ ભગવતો હતો, તે હાલમાં વળીદાસની માફક પોતાના જૂની સેવા કરવા કેમ રહ્યો છે? વિગેરે વિવેચન કરવામાં કટિબદ્ધ થયેલા લોકોની દષ્ટિગોચર અપવાદને સહન કરતો હું શત્રુઓના ગૃહની અંદર કેવી રીતે પરિભ્રમણ કરીશ? માટે એમ નહિં
For Private And Personal Use Only