________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
સુરસુંદરીચરિત્ર. માનતા નિઃશંક થઈ સુખેથી રાજ્યપાલન કરો. આ પ્રમાણે કનર્વતી શણનું વચન સાંભળી રાજા કંઈપણ પ્રત્યુત્તર આપ્યા શિવાય પોતાના સ્થાનમાં ગયો. હે ધનદેવ ! રાજા અને રાણુનું આ સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ત્યાં રહેલી સુભવિકા નામે એક દાસીએ સાંભળ્યું; અને તરતજ તેઓ હારી પાસે આવી તે સર્વ હકીકત મહને સવિસ્તર કહી સંભળાવી. તે સાંભળી મહારા હૃદયમાં એવો સંક૯પ થયો કે, દેવીના કહેવાથી હારા પિતા શું આ પ્રમાણે કરશે? અથવા સ્ત્રીઓના સ્વાધીન થયેલા પુરૂષે પૂર્વના સ્નેહને ગણતા નથી. તેમજ નીતિ, લોકાપવાદ અને ભાવી આપત્તિઓને પણ ગણતા નથી. માટે જ્યાંસુધી દેવીના કહેવાથી હારા પિતા કંઈપણ અનર્થ ન કરે, તે પહેલાં તેમને સ્વર્ગસ્થ કરી હું પોતે જ રાજ્યને સ્વાધીન કરૂં. અથવા હું વિવેકી થઈ, આવું અકૃત્ય કરવું મહને ઉચિત નથી. પરંતુ પિતાને બાંધીને બંદીખાને નાખવા તે ઠીક છે, કિંવા સુરથ સહિત કનકવતીને યમરાજાના મુખમાં પહોંચાડી દઉં, અથવા તે બન્નેને કારાગૃહમાં બાંધીને દેહાંત શિક્ષા કરું, અગર મહારે આ વિચાર શા માટે કરે ? પ્રથમ જોઈએ તો ખરા ! પિતા શું કરે છે ? પાણી દેખ્યા શિવાય પગરખાં ઉતારવાં નકામાં છે. ત્યારબાદ તે રાજા પ્રતિદિવસ રાણુના કહેવાથી હારી ઉપર મંદ નેહવાળા થઈ ગયા. કારણ કે, કર્ણવિષ એ એક મહાવિષ ગણાય છે. અર્થાત્ કાનમાં કહેલી ગુપ્ત વાર્તા અન્ય વિષથકી પણ મહા અનર્થ જનક થાય છે. પછી એક દિવસ રાજાએ સાહસ બુદ્ધિથી કંઈપણ નિમિત્ત મૂકી હારી પાસેથી હજાર ગામ પતે ખેંચી લઈ એક નાનું ગામડું મહને આયું.
For Private And Personal Use Only