________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુરીચરીત્ર
તે સાંભળી હર્ષમાં ગરક થયું છે હૃદય જેનું એ
તે રાજા પિતાના પરિજનને કહેવા કનર્વતીવિવાહ. લાગ્યું કે, મોટા ઉત્સવ વડે નગરમાં
કન્યાને પ્રવેશ કરાવે. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે પરિજનોએ દરેક કાર્ય સિદ્ધ કર્યા. પછી રાજાએ પણ ઉત્તમ મુહૂર્તમાં કકવતી સાથે ત્યાં લગ્ન કર્યું. કેટલોક સમય વ્યતીત થયા બાદ કનકવતી રાણું
રાજાને બહુ જ પ્રિય થઈ પડી. ત્યારબાદ રાજાના પ્રેમ રાજાએ તેને હારી માતાના સ્થાને
પટ્ટરાણી તરીકે સ્થાપના કરી. મનુષ્ય માત્રને પ્રાયે એવો સ્વભાવ હોય છે કે, દેશકાલના અંતરને લીધે બહુ સ્નેહીને પણ વિસરી જાય છે. કારણ કે, પ્રેમ એ વેલડી સમાન લેખાય છે. વેલડી જેમ પાસેના વૃક્ષને વીંટાઈ વળે છે, તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર વૃદ્ધિ પામે છે. હવે કનકવતી ઉપર આસક્ત થયેલા એવા હારા પિતા અવરોધની અન્ય સ્ત્રીઓ ઉપર દષ્ટિમાત્ર પણ કરતા નથી, એમ કરતાં તેમના કેટલાક દિવસે વ્યતીત થયા. ત્યારબાદ કોઈએક દિવસે કનકવતીને એક પુત્ર
ઉત્પન્ન થયે. સુરથ એવું તેનું નામ સુરથકુમાર. પાડયું. અનુક્રમે તે બાળક કુમાર
અવસ્થાને અનુસરવા લાગ્યો. પછી એક દિવસ કનકવતી અને રાજા એકાંતમાં બેઠાં હતાં; ત્યાં પ્રસંગ જોઈ કયકવતી બેલી, હે સ્વામિન્ ! મહારે આ સુરથકુમાર હવે યુવરાજ પદને લાયક થયો છે, તે પછી શામાટે તમે વિલંબ કરો છો? “ાંતિ વિસર્જન,
For Private And Personal Use Only