________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચછેદ.
कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । एते गुणाःसप्त वरे विलोक्या-स्ततः परं भाग्यवशा हि कन्या॥१॥ " અર્થ-કુલ, શીલ, સ્વામિગુણ, વિદ્યા, ધન, શારીરિક સંપત્તિ અને વય એ સાત ગુણે વરની અંદર જેવા જોઈએ, પછી કન્યાનું ભાગ્ય હોય તેમ થાય. - ત્યારબાદ ક્ષણમાત્ર મૌન રહી રાજા વિચાર કરી બે , હે પુત્રો ! લ્હારા રૂપને અનુસરતા ત્યારે ભર્તા હાલમાં મહે શોધી કાઢયે છે. કે જેની સિદ્ધપુર નગરમાં રાજધાની છે, વળી જેનું નામ સુગ્રીવ રાજા છે, તે હારે પરમ મિત્ર છે, તેની પાસે સ્વયંવરા એવી તું જલદી જા. હવે અહીં બીજા વિચારની કંઈ પણ જરૂર નથી. આ પ્રમાણે તેના વચન માત્રથી હે દેવ ! તે કન્યા તમારા નામને શ્રવણ કરી અનહદ હર્ષને લીધે રોમાંચિત થઈ ગઈ. આ પ્રમાણે પોતાની પુત્રીને હાર્દિક ભાવ જાણું રાજા હારા મુખ તરફ દષ્ટિી કરી બેલ્યો. હે મહાબલ ! બહુ સમૃદ્ધિ સહિત સ્વયંવરા એવી આ કનકવતીને લઈ કેટલાક સૈન્ય સાથે ઉત્તમ મુહૂર્ત જોઇ સિદ્ધપુર નગરમાં તું જા. બાદ હે સ્વામિન્ આપની આજ્ઞામાં હું તૈયાર છું. એમ કહી તે કન્યાને લઈ સારા મુહૂર્તમાં મહું ત્યાંથી પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં અનુકમે આ નગરથી જ્યારે ચારગાઉ બાકી રહ્યા એટલે કેટલાક સારા વેગવાળા ઘોડેસ્વાર લઈ આજે પ્રભાતમાં આગળ ચાલી હું અહીં તમારી પાસે આવ્યો છું. હે દેવ? આપે જે મ્હને અહીં આવવાનું કારણ પૂછયું તે સર્વ હારું પ્રિય વૃત્તાંત આપને મહેં નિવેદન કર્યું. હાલમાં અમ્હારી આવી સ્થિતિ છે, હવે જેવી આપની આજ્ઞા.
For Private And Personal Use Only