________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
સુરસુંદરીચરિત્ર. વળી રૂપ, સૌભાગ્ય તેમજ વિજ્ઞાનના ગૌરવવડે "
સંપૂર્ણ અને સૈભાગ્યમાં નાગકન્યા કનકવતીકળ્યા. સમાન કનકવતી નામે તેને એક
પુત્રી છે. અનુકમે તે નવીન યૌવનમાં આવી, એટલે તેની માતાએ ઉત્તમ આભૂષણ પહેરાવી તેને ઈશ્વવરની સિદ્ધિ માટે રાજાની પાસે મોકલી. કનકવતી જ્યારે પિતાના પિતાની પાસે આવી પ્રણામ કરી ઉભી રહી, ત્યારે રાજાએ પ્રેમપૂર્વક તેને પોતાના ખેળામાં બેસાડી નેહથી આલિંગન કરી પૂછયું કે, હે પુત્રી ! સામંત અને મહાત કેમમાં વરવા માટે જે હારા હૃદયને ઈષ્ટ હોય, તે તું હને કહે. જેથી તેની સાથે લ્હારૂં લગ્ન કરીએ. અન્યનું આપણે કંઈ પ્રયેાજન નથી. આ પ્રમાણે પિતાનું વાકય સાંભળી તે બાલાના હૃદયમાં લજજા આવી. જેથી તે નીચું મુખ કરી મનમુખે બેસી રહી. ત્યારબાદ રાજાએ ફરીથી તે વાત પૂછી. પરંતુ કંઈપણ તેણીએ પ્રત્યુત્તર આપે નહીં. પછી રાજાએ વિચાર કર્યો કે, આ બિચારી બહુ લજજાળુ છે. એટલાજ માટે હે તાત! અમુક રાજા મહને પ્રિય છે એમ તે ખુલ્લી રીતે કહી શકતી નથી. બેશક વિનીત બાળકોને આવી મર્યાદા હોવી જ જોઈએ. ઠીક છે આ બાબતમાં હારે પિતાને જ વિચાર કરવાનું છે. જે કે જેવા તેવા વર તે ઈટાળાની માફક ઘણાયે રખડે છે. પરંતુ એને લાયક ઉત્તમ ગુણે, વિજ્ઞાન, રૂપ અને કલા વિગેરે સંપત્તિઓથી સુશોભિત, સારા કુલમાં જન્મેલે, તેમજ વિજયાદિક રાજનીતિમાં કુશળ એવો શ્રેષ્ઠ વર શોધી કાઢવો એ હારી ફરજ છે. અન્યત્રપણું કહ્યું છે કે
For Private And Personal Use Only