________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર પરંતુ મરણ તે સાધારણ રીતે દરેકનું થયા કરે છે, તે પછી શેક અને રૂદન કરવું શા કામનું?
અતિ સૂક્ષ્મ તૃણના અગ્રભાગમાં રહેલા જલબિંદુની માફક પ્રાણુઓનું જીવન અસ્થિર હોવાથી જે પ્રાણ નિદ્રામાંથી જાગી ઉઠશે તે હેટું આશ્ચર્ય જાણવું. વળી આ પ્રમાણે પ્રકુપિત એવા યમરાજાના પાશમાં સપડાયેલા સર્વ લેકોનું સ્વરૂપ આવા પ્રકારનું જાણુને હે નરેંદ્ર ! દેવીના મરણમાં શેક કરવો એ ઉચિત નથી. એમ બહુ પ્રકારે સુમતિ મંત્રીએ બોધ આપે. એટલે રાજા પોતે તૈિયાર થઈ તત્કાલ ઉચિત એવી, દેવીનીમરણક્રિયા કરવા લાગે. ત્યારબાદ કેટલાક દિવસ સુધી દેવીના શોકને લીધે રાજા
- લેક સંભાવનાદિક વ્યવહારને પણ નૃપતિને શોક. ત્યાગ કરી હાથી ગ્રહણ કરાયેલાની
માફક શૂન્ય બની બેસી રહેવા લાગ્યો. તેમજ તે કોઈપણ રાજકાર્યમાં ધ્યાન સરખું પણ આપતો નથી. તે પ્રસંગ જોઈ નાના પ્રકારના શાક ને દૂર કરવામાં બહુ પ્રવીણ એવા સુમતિ આદિક મંત્રીએ રાજાની પાસે આવ્યા. અને ઉપદેશનાં વાવડે હેને બહુ સમજાવ્યું એટલે અનુક્રમે તે શેકમાંથી મુક્ત થયો. ત્યારબાદ કેટલાક સમય જતાં હું આઠ વર્ષનો થયે.
હારી ઉપર બહુ સ્નેહ હોવાથી કલાભ્યાસ. પિતાએ મહને કલાચાર્યની પાસે
ભણવા મૂક્યો. હું પણ બુદ્ધયનુસાર સર્વ કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. અનુક્રમે સર્વ
For Private And Personal Use Only