________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનાં દુષ્કર્મને લીધે અનંત દુઃખો વેદવાં પડે છે. તદુપરાંત નવીન પાપકર્મ પણ બહુ ઉપાર્જન કરે છે. આ માત્ર દુષ્કર્મનો જ વિપાક છે, એક માણસ સાકર થઈ પરની તાબેદારી ઉઠાવવામાં બહુ દુઃખ ભોગવે છે અને એક માણસ સત્તાધીશ સ્વામી બની બહુ સુખ ભોગવે છે. એનું કારણ પણ કર્મવિપાકજ છે. વળી શરીર અને બુદ્ધિના પ્રભાવડે માણસો ભૂત્ય તથા સ્વામીભાવને ધારણ કરી દુઃખસુખના ભોક્તા બને છે. ઈષ્ટનો સંયોગ અને વિયોગ કુલીન અથવા કુલીનને ઘેર જન્મ, જીવનબળને અવલંબી ભોગવિલાસમાં મુખ્ય કિંવા ગૌણભાવ ધારણ કરવા અને લાભ અર્થવા અલાભનું સેવન કરવું આ સમસ્ત સુખાભાસ અકિંચિત કરે છે, એમ સમજી સુખાથી મનુષ્યોએ મુદ્દામાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે માનવ ભવ પામીને જ આત્મા સર્વ દુઃખોના કારક એવા અક્ષયસ્થાનને પામે છે. તે મોક્ષસ્થાનનો માર્ગ સાંસારિક અજ્ઞાનરૂપ ઝાંખરાઓથી આચ્છાદિત થયેલો છે, જેથી તે માર્ગ તરફ મૂઢજનોની દષ્ટિ થતી નથી. પરંતુ પરોપકારમાં રસિક એવા શ્રીતીર્થકરોએ સમ્યકજ્ઞાન તથા શુદ્ધજીવનના ઉપદેશરૂપ સાધન વડે આદ્યથી આરંભીને મોક્ષપર્વતનો માર્ગ વિશુદ્ધ કરેલો છે. વળી પ્રાચીનકાળથી જીવની સાથે સંબંધ ધરાવતાં કર્મોને આત્મસંયમના બળ વડે જે દબાવે છે અને શેષકર્મને સંયમવડે નિર્મુલ કરે છે. એમ અનુક્રમે જ્યારે તે પોતાનાં સર્વ કર્મોને નિમૂલકરે છે ત્યારે તે કર્મથી મુક્ત થઈ વિશુદ્ધ સ્વરૂપધારી બને છે. પશ્ચાત્ તેજીવા સમયમાત્રમાં ઉત્તમોત્તમ સ્થાનનો
અધિકારી થાય છે. ફરીથી જન્મમરણના દુઃખની ચિંતા હેને રહેતી નથી અને નિરંતર નિશ્ચલપવિત્રતાને ભેગી થાય છે. નાના પ્રકારની નિઓમાં દુઃખનો પરિચય કરાવનાર માત્ર કર્મબંધ જ રહે છે. તે કર્મબંધનથી જે આત્મા મુક્ત થાય છે તે પોતે પોતાની મેળે જ નિલેપ દશામાં રહીને ઉચ્ચસ્થાનને આરેહક થાય છે. સર્વોત્કૃષ્ટ એવું તે પવિત્ર સ્થાન સર્વોત્તમ એવા દેવતાઓના ઉપર રહેલું છે. વળી તે સ્થાન પ્રભાતકાળની કાંતિસમાન પ્રકાશ આપે છે, અને સ્વચ્છતામાં
For Private And Personal Use Only