________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. સામાન્યરીતે કર્મના આઠભેદ કહેલાછે. તથા–જ્ઞાનાવરણીય ૧, દર્શનાવરણય ૨, વેદનીય ૩, મોહનીય ૪, આયુષ ૫, નામ ૬, ગોત્ર છે, અને અંતરાય ૮, વિવિધ જાતિનાં બીજા પૃથ્વીમાં વાવવાથી પોતપોતાના સ્વભાવ પ્રમાણે વૃક્ષલતાદિકના સ્વરૂપે પ્રગટ થઈ જેમ ભિન્નભિન્ન ફલ અને પુષ્પાદિક સંપદાઓને આપે છે, તેમ નાના પ્રકારનાં ઉપાર્જન કરેલાં કમ પોતપોતાની પ્રકૃતિના અનુસાર શુભ-અશુભ ફલદાયક થાય છે. વળી તે કર્મજન્ય ફલોદયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયે જાણવામાં આવી શકે છે. દ્રવ્યને પર્યાય આત્મા છે, ત્રણે લોકમાં નિર્ણયાત્મક જે સ્થાન હૈને ક્ષેત્ર કહેલું છે. કર્મફલને અનુસરી જન્માંતરના ફેરાઓ જેથી કળી શકાય તે કાળસ્વરૂપ કહેવાય છે. જેથી કર્મને સ્વાધીન થયેલો જીવ સ્થિત્યંતરને પ્રાપ્ત થાય છે. પ્રાચીન કર્મોના યોગથી વિવિધ પ્રકારના જીવનને ધારણ કરે છે. આત્માના સામાયિક શરીરને ધારણ કરતી સ્થિતિ ઉપર શારીરિક આધાર રહ્યો છે. માનસિક કર્મને આધાર શરીર ઉપર રહેલે છે. તેમજ માનસિક કર્મ ઉપર અંતઃકરણનો આધાર છે. અંત:કરણ ઉપર તપતા (ભાવ તથા વરતુની એકતા)નો આધાર રહે છે. તાવ ઉપર પારિણામિક આધાર રહ્યો છે. પરિણામ ઉપર આમિક બાહ્ય અને આંતરિક દુઃખનો આધાર રહ્યો છે. આ દુ:ખોને દૂર કરવા માટે માણસો અનેક પ્રકારના ઉદ્યોગો કરી આનંદસુખની ઈચ્છાઓ કરે છે, પરંતુ ત્યાં તેઓ બહુ પાપ ઉપાર્જન કરી ભવિષ્યમાં બહુ દુઃખી થાય છે. એ તરફ બીલકુલ તેઓનું લક્ષ્ય હોતું નથી. વળી આવા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જન્મમરણરૂપ ઘટમાળના ચક્રે ચઢે છે. આ પ્રમાણે અજ્ઞ માણસ પોતાના કર્મને અનુસારે નરક, તિર્યચ, માનવ કે દેવાનિમાં પુનઃ પુનઃ જન્મ ધરીને સુખદુઃખાદિકને અનુભવ લીધા કરે છે. વળી કર્મયંત્રને સ્વાધીન થયેલ મનુષ્ય, જન્માંતરમાં ચંડાલ, અંત્યજ, ભિલ, પારધિ, ધીવર, યવન અને વનેચર આદિકને ત્યાં પણ જન્મ ધારણ કરે છે. જો કે અવતાર તો માનવજાતિનો આવ્યો, પરંતુ
For Private And Personal Use Only