________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પરિદ. आयुर्वित्तं गृहच्छिद्रं, शत्रुभ्यश्चपराजयम् । वंचनं चापमानञ्च, मतिमान्न प्रकाशयेत् ॥१॥
અર્થ-આયુષ્ય, વિત્ત, ઘરનુંછિદ્ર, શત્રુજન્ય પરાજય, વંચન અને પિતાના અપમાનને બુદ્ધિમાન પુરૂષ પ્રગટ કરતો. નથી. એમ છતાં પણ હું હારી બીના હુને જણાવું છું. કારણ કે, આ હારી અભ્યર્થનાને હું નિષ્ફલ કરવા ઈચ્છતો નથી. માટે તું એકાગ્ર મને થઈ મહારા કહેવા ઉપર ધ્યાન આપ.
હમેશાં પ્રમુદિત નર અને નારીઓના વૃદંથી ભરપુર અનેક ગ્રામ વડે રમણીય અને અપૂર્વ શેભાને લીધે બહુ વર્ણનીય અંગનાએ દેશ છે. તેમાં દેવપુરી સમાન રૂદ્ધિમાન ભય, ડમર–સ્વચક કિંવા પરચકાદિ ભય અને કર (રાજગ્રાહ્યભાગ)થી વિમુક્ત એવું બહુપ્રાચીન સિદ્ધપુરનામે ઉત્તમ નગર છે, વળી તે ઘણું જ વિખ્યાત છે. તેમાં મદાંધ, વૈરીરૂપ હસ્તિઓનાં ગંડસ્થલ ભેદવામાં સિંહસમાન અને કંબુ (શેખ) સમાન ઉન્નતગ્રીવાને ધારણ કરતા સુગ્રીવનામે રાજા છે. સમસ્ત અંતઃપુરમાં માનનીય, શરચંદ્રના બિંબ સમાન મુખ વાળી અને બુદ્ધિમાં અસાધારણ કમલા નામે તેની સ્ત્રી છે. તેની સાથે વિષય સુખને અનુભવતા, તેમજ પૂર્વ ભવમાં મેળવેલા પુણ્ય રૂપી વૃક્ષના ફલરૂપ રાજ્ય ભારને પાલન કરતા એવા તે રાજાના કેટલાક દિવસે વ્યતીત થતાં તે દેવીએ મહને જન્મ આપે ત્યારબાદ વિધિપૂર્વક સુપ્રતિષ્ટ એવું હારું નામ સ્થાપન કર્યું. હમેશાં પાંચધાત્રી (ધાવમાતા)એ હારા પાલનમાં તત્પર રહેતી અને અનુક્રમે વૃદ્ધિ પામતે હું પાંચ વર્ષને થયે, હુને જોઈ મહારાં માતા
For Private And Personal Use Only