________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પરિચ્છેદ. આત્માને ધન્ય માનું છું. કારણ કે, અખંડિત શરીરવાળા આ મહાનુભાવનાં જલદી હુને દર્શન થયાં. વળી જે જિલ્લાની સાથે યુદ્ધ કરતાં એને વિનાશ થયો હેતતે પુણ્ય રહિત એવા મહારા પાપનું નિવારણુ શી રીતે થાત? એમ અનેક પ્રકારે પોતાની નિંદા કરીને તેણે આજ્ઞા કરી કે, હે ભિલ્લો! આ સાથેની અંદરથી તમે જે જે વસ્તુઓ લીધી હોય તે સર્વ આ ધનદેવ વણિકને સેંપીદ્યો. આ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી તે લુંટારાઓએ તૃણ પર્યત સર્વ વસ્તુઓ તેને સેંપી દીધી. પછી સાથેના આ બાલવૃદ્ધ સર્વનિર્ભયપણે આનંદથી
ત્યાં એકઠા થયા. કેટલાક દૂર નાશી ગયા ધનદેવનું આતિથ્ય. હતા, તેઓ પણ શાંતિ ફેલાવાથી પાછા
ત્યાં આવી પહેચ્યા. પછી સુપ્રતિષ્ઠ પલ્લીપતિ સ્નેહપૂર્વક ધનદેવને વિનતિ કરવા લાગ્યો કે, હે મહાશય ! અહીંથી એક ગાઉપર સિંહગુહાનામે મહારી પલ્લી (ભિલ્લેનું સ્થાન) છે. ત્યાં આપ વિલંબ રહિત પધારે. આજે મહારા મેમાન થાઓ અને મહને કૃતાર્થ કરે.
ધનદેવ છે. ભલે આપની મરજી. એમ કહી ધનદેવ સુપ્રતિષ્ઠની સાથે ચાલ્યો. પછી સર્વ સાથેના લેકો ધનદેવની પાછળ ચાલવા લાગ્યા. સિંહગુહામાં જલદી તેઓ પહોંચી ગયા. પછી સર્વ સાર્થના લોકોને ઉતારે પોતાના સ્થાનથી નજીકના ઘરમાં આપ્યો અને ધનદેવને પલ્લી પતિ પિતાના ઘેર લઈ ગયે. ક્ષણમાત્ર તેઓને પરસ્પર વાર્તાલાપ થયે ભેજનની તૈયારી થવા લાગી, અભંગ માટે ધનદેવને મર્દન ગૃહમાં લઈ ગયા. ત્યાં તેલાવ્યંગમાં કુશળ એવી એક યુવતિઓ આવી.
For Private And Personal Use Only