________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. उपकारो हि पापाना-मपकारफलमदः । पयःपानं भुजङ्गानां, केवलं विषवर्द्धनम् ॥१॥
અર્થ -પાપાત્માઓને કરેલો ઉપકાર કેવલ અનિષ્ટ ફલ આપનાર નિવડે છે. જેમ કે, સર્પજાતિને દુગ્ધપાન માત્ર વિષ વધારનાર થઈ પડે છે. અરે ! હું પાપી કૃતન થયો. કારણ કે, પુત્રને જીવિતદાન આપનાર જે તું, આજે હારે ઘેર આવ્યા છતાં અમે આવું અધર્મી કમ હારા પ્રત્યે આચર્યું.
ધનદેવ બેલ્યો! અરે, શામાટે તમે આટલા બધા સંતાપ કરે છે? ભાવિભાવબલવાન છે. અજાણતાં અપરાધ થયો, એમાં તન્હારે શે દોષ છે? હવે તમ્હારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ પ્રમાણે અસાધારણ ધૈર્યવાળું ધનદેવનું વચન, વિજ્ઞાન, રૂપ અને સજજનપણું જેમાં બહુ સંતુષ્ટ થઈ સુપ્રતિષ્ઠ ફરીથી પણ કહેવા લાગ્યું કે, આ એક આશ્ચર્ય જેવા જેવું છે કે, એક પુરૂષની અંદર કેટલા બધા ગુણો એક સાથે આવી રહ્યા છે? “દુનાવણુધર” પૃથ્વીની અંદર ઘણું રત્ન રહેલાં છે, એ લોકપ્રવાદ સત્ય છે. અરે? મહારા પુરૂષાતનને ધિક્કાર છે? તેમજ હારી આ નીચ વૃત્તિને પણ વારંવાર ધિક્કાર છે?? વળી પિતાના કુળમાં કલંક રૂપ હારા આ જન્મને ધિક્કાર છે??? વળી અધિક શું કહેવું? હારા જીવતરને પણ ધિક્કાર છે? કારણ કે, લેશમાત્ર પણ ધર્મને હું જાણતો નથી, કુકર્મમાં જ આ નશ્વર જીંદગી વ્યતીત થાય છે, એટલું જ નહીં પણ આવા પુરૂષોને લુંટવામાં જ હું નિરંતર ઉક્ત થયો છું. અસ્તુ. જે થયું તે હવે મિથ્યા નહીં થાય. માત્ર આટલા ઉપરથી હું હારા
For Private And Personal Use Only