________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ
બહાર નીકળે, ત્યાં આગળ જેગીના ચેગિનોસમાગમ. વેષમાં રહેલા બે પુરૂએ મહને
જે. પ્રથમ હારી સાથે કેટલીક વાતચિત કરી પછી તેઓએ મહને એક ઉત્તમ પાનબીડું આપ્યું, તે લીધું કે તરત જ હારી બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ, જેથી કુમાર સહિત હું તેની પાછળ ચાલવા લાગ્યા. તે પાપિઠ દુએ વિહિત કરે એવો હું કંઈ પણ સ્વહિત જાણવાને શક્તિમાન્ રહ્યો નહીં, તેઓની સાથે હું કેટલેક ભૂપ્રદેશ ચાલ્યો, તેટલામાં હુને બહુ તૃષા લાગી. તેથી આમ તેમ હું જેવા લાગે, એવામાં એક ગહન વનની ઝાડી હારી નજરે પડી, ત્યાં હું ચાલ્યા ગયે અને અનેક પ્રકારના વૃક્ષેના ફલેથી કલુષિત થયેલું જળ મહું સારી રીતે પીધું, એટલે હારૂં ચિત્ત ઠેકાણે આવ્યું. બાદ મહું વિચાર કર્યો કે, રાત્રિએ કુમારને લઈ આ પાપી પુરૂ પાસેથી હું નીકળી જઈશ. એમ વિચાર કરી તેઓ ન દેખે તેવી રીતે તેની પાછળ પાછળ હું યુક્તિપૂર્વક ચાલવા લાગ્યા. એટલામાં સૂર્યાસ્ત થયે, રાત્રીના સમયે તે દુષ્ટો સુઈ ગયા અને પરસ્પર તેઓ વાત કરવા લાગ્યા કે, આ બાળક આપણને ઠીક મળી ગયો. એથી આપણું જક્ષિણી વિદ્યા સિદ્ધ થશે.
તંગિક નામના પર્વતમાં આપણે જઈશું અને ત્યાં આ બાળકનો હોમ કરવાથી જક્ષિણ વિદ્યા સિદ્ધ થશે કે, તરતજ આપણે ધારેલો તે નિધિ આપણને પ્રાપ્ત થશે. આ પ્રમાણે તે દુષ્ટોનું વચન સાંભળી હું અત્યંત ભયભ્રાંત થઈ ગયો અને તેઓ ઉંઘી ગયા એટલે જયસેનને લઈ હું ત્યાંથી નાઠે. મહા દુઃખથી હું ધડાધડ કરી નાસતે હતે. છતાં પણ તે
For Private And Personal Use Only