________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ પરિચ્છેદ. જન્મ કાળથી બાર દિવસ થયા એટલે, માતાપિતાએ પિતાના કુળના વિધિ પ્રમાણે ધનદેવ એવું તેનું નામ પાડયું. હવે તે બાળકને લાલન પાલન કરવામાં પાંચ ધાવ માતાઓ તત્પર રહે છે. અનુક્રમે તે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપતે તે ધનદેવ કુમારઅવસ્થાને શોભાવવા લાગ્યો. આઠ વર્ષથી કંઈક અધિક વય થઈ, એટલે સમ્યક્ પ્રકારે સકળ વિદ્યાઓના પારગામી, અને સમગ્ર કલાઓના જાણકાર એવા એક લાચાર્યની પાસે વિદ્યાભ્યાસ માટે ધનદેવને મૂક્યું. તે પણ બહુ બુદ્ધિમાન હોવાથી સ્વ૫ કાળમાં સર્વ વિદ્યાઓ શિખિ ગયો અને દરેક કલાઓમાં નિપુણ થ.
ત્યારબાદ તેના પિતાએ પૂર્ણ અભ્યાસી જાણીને તેને પિતાના ઘેર લાવ્યો, તેમજ બહુ પ્રસન્ન થઈ વસ્ત્રાદિક વિભવ વડે તે કલાચાર્યને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો; કારણ કે, વિદ્યાદાન એ સર્વમાં પ્રધાન ગણાય છે. અતિ વિશારા સર્વાનપ્રધાન ” અનુક્રમે વૃદ્ધિ પામતો તે ધનદેવ ચૈાવન અવસ્થાને પ્રાપ્ત થયું. જેની રૂપરેખને કામદેવ પણ અનુસરવાને અશક્ય છે. વળી તે કુમાર ઉત્તમ કામિનીઓને પ્રીતિદાયક થઈ પડે. હવે તે ધનદેવ વન અને રૂપાદિકમાં સમાન શીલવાળા,
ઉત્તમ એવા પોતાના મિત્રો સાથે ઈશ્વરની મનેરમઉદ્યાનલીલાને અનુસરતા હમેશાં વેચ્છા પ્રમાણે
ફરે છે. તેવામાં કોઈ એક દિવસે મિત્રોના સમુદાય સાથે ફરવા માટે નગરની બહાર તે નીકળ્યા, અને
For Private And Personal Use Only