________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. લાગ્યો, તેમજ તેણે સમગ્રઅંતેઉરમાં કમળાવતીને મુખ્ય રાણી કરી, એટલું જ નહીં પરંતુ ઇદ્રની ઇંદ્રાણીની માફક તે મહાદેવી તરીકે ત્યાં પૂજાવા લાગી.
તે કમલાવતીની સાથે વિષય સુખનો અનુભવ કરતે, તેમજ દ્વિતીય પિતાની સમગ્ર પૃથ્વીનું પાલન કરતે, વળી હમેશાં નવનવા સુખ સમુદાયમાં નિમગ્ન અને કોઈ પણ દિવસ જેણે દુ:ખ તે જોયું જ નથી, એવા તે રાજાના દિવસે સ્વર્ગસ્થ ઈદ્રની માફક ચાલ્યા જાય છે. વળી તે હસ્તિનાપુરમાં પ્રસિદ્ધ અને નાગરિક જનોને
માનનીય ધનવર્મા નામે શ્રેષ્ઠી છે. તે ધનદેવશ્રેણી. રાજાને બહુ પ્રિય અને દરેક કાર્યમાં
વિશ્વાસ પાત્ર ગણાય છે. તેમજ સર્વ લેકેમાં તે બહુ પ્રતિષ્ઠિત છે. હમેશાં સમસ્ત અર્થિજનના પ્રાર્થિત કરતાં પણ અધિક દાન આપવામાં કુશળ, પિતા, પિતામહ અને પ્રપિતામહથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વડે અલંકૃત, જૈનસિદ્ધાંતના સમસ્ત અર્થ જ્ઞાનમાં વિચક્ષણ, મોક્ષ માર્ગનીજ એક અભિલાષાને ધારણ કરતો, જેનસાધુ ઓની પૂજા ભક્તિમાં પ્રીતિવાળે અને સાધર્મિક વાત્સલ્યમાં તે ઘણે પ્રેમી છે. તેમજ અતિશય રૂપ તથાસંદર્ય વડે દેવાંગના ઓનું પણ ઉપહાસ કરતી, પતિવ્રતા અને સર્વે કાર્યોમાં કુશળ એવી મનોરમા નામે તેની ભાર્યા છે. તે પોતાના પ્રાણથી પણ તેને અધિક પ્રિય છે. ત્રિવર્ગ-ધર્મ, અર્થ અને કામમાં સાર ભૂત એવા વિષય સુખને સભ્ય પ્રકારે અનુભવતાં, તેઓને પોતાના કુળમાં આભૂષણસમાન એક પુત્ર ઉત્પન્ન થયે.
For Private And Personal Use Only