________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમપરિચ્છેદ.
થઈ, રાજાએ પોતાના અંગે પહેરેલાં કડાં, અને વસ્ત્રાદિક સર્વ આભૂષણે તેને અર્પણ કર્યો.
ત્યારબાદ ચિત્રસેન બોલ્યો – હે દેવ ! અમને જવાની હવે આજ્ઞા આપે, જેથી આ સર્વ વૃત્તાંત યથાસ્થિત નરવાહન રાજાને અમે નિવેદન કરીએ. રાજાએ પણ રજા આપી. અનુક્રમે ચિત્રસેન કુશાગ્ર નગરમાં આવી પહોંચે. નરવાહન રાજાને તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજા પણ બહુ ખુશી થયે.
ત્યારબાદ રાજાએ પણ પુષ્કળ ધન અને પરિવાર વિવાહ સાથે સ્વયંવરા એવી પોતાની બહેનને મહત્સવ. અમરકેતુ રાજા પાસે મેકલી.
શ્રીકાંતા વિગેરે પિતાની સખીઓને તેમજ સમસ્ત પિતાના પરીવારને સંભાવના પૂર્વક સંભાષણ કરી, હૃદયમાં હર્ષ અને વિષાદને ધારણ કરતી કમલાવતી ત્યાંથી નીકળી. મનોવાંછિત પતિના લાભથી આનંદ માનતી તેમજ બંધુજનના વિરહને લીધે કંઈક શેકાતુર બનેલી, તે કમલાવતી અનુક્રમે હસ્તિનાપુરમાં પહોંચી ગઈ.
ત્યાં અમરકેતુ રાજાએ ગ્યતા પ્રમાણે તેમને ઉતારે આપે. ત્યારબાદ ઉત્તમ જ્યોતિર્વિદને બેલાવી શ્રેષ્ઠ લગ્નદિવસ નિર્ધા. મહાટા ઉતસવ સાથે આનંદપૂર્વક લગ્ન સમયે ક્ષત્રીકુલના વિધિ પ્રમાણે રાજાએ કમલાવતી સાથે લગ્ન કર્યું.
બાદ રાજાને પ્યાર તેણીના ઉપર એટલો બધો વધી ગશે કે, પોતાના પ્રાણથી પણ પોતે તેને અધિક માનવા
For Private And Personal Use Only