________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. નિવેદન કર. જેથી તે જ રાજાને આપણે આ કમલાવતી કન્યા મોટા ઉત્સવ સાથે પરણાવીએ.
આ પ્રમાણે રાજાએ મહને આજ્ઞા આપી. પછી હું રાજના ચરણકમલમાં પ્રણામ કરી, કેટલાક પરિજન સહિત કુશાગ્ર નગરમાંથી નીકળ્યો. બાદ સુગ્રીવ, કીર્તિવન વિગેરે કેટલાક રાજાઓને મહેં આ છબી બતાવી, પરંતુ તે કઈ પણ ઠેકાણે કાર્યસિદ્ધિ થઈ નહીં. વળી હે દેવ ! હું આજે ફરતો ફરતો આપના નગરમાં આવ્યો અને આપની પાસે આવી મ આ ચિત્ર આપને બતાવ્યું. આપે આ છબી જોઈ કે, તરતજ આપને મૂછ આવી. તેથી મહારા સ્વામિને મને રથ સિદ્ધ થયે, એમ જાણી હે નરેશ્વર ! તે નૈમિત્તિકનું વચન મહને યાદ આવ્યું, જેથી હું બહુ ખુશી થયે. તેમજ ઉપરોકત કારણને લીધે આપને મૂછ આવી, તે જોઈ હુને બહુ હર્ષ થયો. માટે હે નરાધીશ! આપ હારી ઉપર કઈ પણ પ્રકારે વિપરીત શંકા કરશે નહીં.
આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી અમરકેતુ રાજાની શંકા દૂર થઈ ગઈ, અને ચિત્ર જોઈ વિમિત બને તે બોલ્યો કે, હે ચિત્રસેન ! શું તે કન્યાનું રૂપસાંદર્ય આવું અદ્ભુત છે? ચિત્રસેન બોલ્યા, હે રાજન ! આ ચિત્રમાં તે નિમેષ માત્ર તેણીનું રૂપ લખેલું છે. તે રાજકન્યાની આગળ તે દેવાંગનાઓનું સ્વરૂપ પણ નિરર્થક છે. વળી ચિત્ર ક્લામાં કોઈ પુરૂષ ઘણો કુશળ હોય તોપણ તે યથાસ્થિત તેણનું રૂપ લખી શકે તે બહુ અશકય છે.
આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી બહુ પ્રસન્ન
For Private And Personal Use Only