________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ પરિચ્છેદ. તેની આજ્ઞા વડે સ્વયંવર કરવો ઉચિત છે. કારણ કે, તે રાજા કન્યાને વરનાર એક રાજાની ઉપર શત્રુ બનેલા બાકીના રાજાઓને શાંત કરવા સમર્થ થાય. પરંતુ હાલમાં તેહે રાજન્ ? સર્વ રાજાઓ અહર્મિક થઈ ગયા છે. અર્થાત કોઈ કોઈની આજ્ઞામાં છે જ નહીં. તે પછી તેમાંથી એક જણ કન્યાને વરે એટલે બાકીના સર્વ રાજાઓ તેની ઉપર શત્રુ બને, અને લડાઈને પ્રસંગ ઉભું થાય. ત્યારે એક જણ સર્વને જીતવા માટે સંગ્રામમાં શક્તિમાન થઈ શકે નહીં. માટે હેનરેંદ્ર? આ પ્રસંગે બહુ અનર્થને કારણભૂત તથા વૈરજનક એ આ કમલાવતીને સ્વયંવર કરવાનું કંઈ પણ કારણ નથી. તે સાંભળી રાજા બે, હે ભદ્ર! ત્યારે આ કન્યા આપણે કોને આપવી !તેમજ એના હૃદયને કર્યો પુરૂષ ઈષ્ટ હશે? તે પણ આપણે અહીં સ્વયંવર વિના કેવી રીતે જાણી શકીયે? વળી જેવા તેવા સામાન્ય રાજાને આ
હારી બહેન મહારે આપવાની નથી. જેને આપવાથી આપણી ઉત્તમ કીર્તિ થાય, તેને જ આ કન્યા આપવાની છે. આ પ્રમાણે નરવહન રાજા પ્રતિસાગરની સાથે
વાત કરે છે, તેટલામાં ત્યાં દ્વારપાલ નૈમિત્તિક આગમન. આવી પ્રણામ કરી હાથ જોડીને કહેવા
લાગે, હેનરેંદ્ર? અષ્ટાંગ નિમિત્તને જાણકાર, અને ભૂતભવિષ્ય અર્થને પ્રગટ કરવામાં બહુ જ હોંશીયાર એવો સુમતિ નામને એકનિમિત્તિક અહીં આવ્યા છે અને તે આપના દર્શન માટે કારમાં ઉભે છે. આ પ્રમાણે દ્વારપાલનું વચન સાંભળી ભૂપતિએ તરત જ આજ્ઞા કરી કે, તને જલદી અહીં મોકલે.
For Private And Personal Use Only