________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
સુરસુંદરીચરિત્ર.
બેશ. હવે કિંચિત માત્ર પણ ભય રાખીશ નહીં, પરંતુ મ્હારી આગળ તું સત્ય ખેલ ? અહીં તને કોણે માકલ્યા છે?ચિત્રસેન બાલ્યા. હે રાજન્ ! આપની આગળ હું સત્ય વાત પ્રગટ કરૂં છું તે કૃપા કરી આપ શ્રવણકરા, જેથી ચિત્રકારને વેષ પહેરી હું અહીં આવ્યેા છે.
સર્વ નગરના ગુાથી વિરાજીત, અને ધનધાન્યાદિક સમૃદ્ધિવાળા લેાકેા જેમાં વાસ કરે છે. ઘનવાહનરાજા. એવું કુશાગ્ર નામે અતિ સુપ્રસિદ્ધ નગર છે. તે આપનું પણ અજ્ઞાત નથી. તેમાં પ્રણયીજનાના મનેારથ પુરવામાં દક્ષ એવા ઘનવાહન નામે રાજા રાજ્ય કરે છે. વસતસેના નામે તેની પ્રાણપ્રિયા રાણી છે, પ્રતાપમાં બહુ ઉત્કૃષ્ટ નરવાહન નામે તેઓને એક પુત્ર છે, અને બહુ રૂપવતી કમલાવતી નામે એક પુત્રી છે.
હવે એક દિવસ ઘનવાહન રાજાએ સંસારથી વિરક્ત થઇ પેાતાનુ રાજ્ય નરવાહન કુમારને સોંપી દીધું અને આ કમલાવતી હેનને ત્યારે ચેાગ્યવરસાથે પરણાવવી, એમ તેને ભલામણુ કરી, બાદ પોતે તીવ્ર વૈરાગ્યને લીધે સદ્ગુરૂની પાસમાં સંસારના ઉછેદ કરનારી એવી મુનિદીક્ષાને વિધિપૂર્વક ગ્રહણ કરી. ત્યારબાદ નાહન રાજા પણ શત્રુ પક્ષને વશ કરી રાજ્યપાલન કરવા લાગ્યા. કમલાવતી કન્યા પણ જનાનખાનાની અંદર સુખપૂર્વક નિવાસ કરે છે.
For Private And Personal Use Only