________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુઓના ખળથી અશકિત, સમુદ્રની માફક બહુ ગંભીર, ચંદ્રની માફક લેાકેાના મનને આનંદ આપતા, રૂપમાં કામદેવ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને હમેશાં આનંદિત ચિત્તવાળા શ્રીઅમરકેતુ નામે રાજા છે. ત્રિવર્ગ– ધર્મ, અર્થ અને કામ વડે સારભૂત એવી રાજ્ય લક્ષ્મીને સારી રીતે અનુભવ કરતા તે રાજાના દિવસે દેવલેાકમાં ઈંદ્રની માફક સુખેથી વ્યતીત થાય છે.
હવે કાઇ એકદિવસે તે અમકેતુરાજા સભામાં બેઠા હતા, તેવામાં મસ્તકે હાથ જોડી બંધુલ ચિત્રસેનને પ્રવેશ. નામે પ્રતિહારી-દ્વારપાલ ત્યાં આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યા કે હું નરેદ્ર ? ચિત્રકલામાં બહુ કુશળ એવા ચિત્રસેનનામે ચિત્રકાર કુશાગ્રપુર નગરમાંથી અહીં આવેલા છે અને હાલમાં તે આપના દર્શન માટે દ્વારમાં ઉભા છે. વળી એનું હૃદય આપના ચરણકમલનું ધ્યાન કરતું દેખાય છે. કારણ કે અંદર પ્રવેશ કરવા માટે તે ઘણા જ આતુર થઇ રહ્યો છે, એમ છતાં જેવી આપની આજ્ઞા. તે સાંભળી રાજાએ હુકમ કર્યાં. જલદી પ્રવેશ કરાવેા. દ્વારપાલે તરત જ તેને વિધિપૂર્વક સભામાં પ્રવેશ કરાવ્યેા. ચિત્રકાર વિનયપૂર્વક રાજાની આગળ જઈ પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠી. ખાદ અમરકેતુ મેલ્યા હું ભદ્રં ? તું કયાંથી આવ્યેા છે ? તેમજ અહીં મ્હારી પાસે તું શા માટે આળ્યા છે ? ચિત્રસેન ખેલ્યા હૈ નરદેવ ? કુશાગ્ર નગરથી હું આવ્યેા છે. વિશેષે કરી હું ચિત્રનું કામ બહુ સારી રીતે જાણુ છુ'. ચિત્રકા
For Private And Personal Use Only