________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
સુરસુંદરીચરિત્ર
ઉજવલ ધ્વજાઓ વડે ઉલ્લાસમાન અને અતિ રમણીય એવા દેવમંદિર વડે જેના સુંદર પ્રદેશ શેભિ રહ્યા છે, તેમજ વેતકમલોના સમૂહાથી વિભૂષિત એવાં અનેક મહાન સરેવરે, તેમજ સુંદર સંપાન–પગથીયાંની શ્રેણી વડે ઉતરવાના રસ્તાઓ બહુ સુગમ છે, એવી હજાર વાગ્યે અને ઉત્તમ પ્રકારનાં ત્રિક-ત્રિકોણ આકૃતિવાળાં, ચતુષ્ક-ચાર માર્ગ, ચત્વર–અનેક માર્ગસ્થાન, આરામ–વાટિકા, ઉદ્યાન અને દીધિંકા–ચારે બાજુથી સોપાન શ્રેણથી ઉતરી શકાય તેવા ભવ્ય જલાશ વડે દરેક પ્રદેશમાં દેવતાઓના ચિત્તને પણ રંજન કરતું, અન્ય સર્વ નગરમાં મુખ્ય પદને પામેલું, નગરના સર્વ ગુણ વડે સહિત, દેવપુરી-અમરાવતી નામે નગરીની સ્પર્ધા કરતું શ્રીહસ્તિનાપુર નામે નગર છે. જે નગરની અંદર પ્રિયવાદી લેકે નિવાસ કરે છે. વિરૂદ્ધવાદ સ્વમમાં પણ જેમને સ્મૃતિ
ચર થતું નથી. ધર્મારાધનમાં જ કેવલ ઈચ્છાવાળા, દાક્ષિણ્ય, દાન અને ભેગ વડે સંપન્ન, તેમજ તેમનું દરેક કલામાં બહુ કુશળપણું વર્તે છે. વળી જે નગરની અંદર અનેક કાર્યોને લીધે આમતેમ ગમનાગમન કરતા ઘણું જનસમાજેને લીધે વિશાલ એવા પણ રાજમાર્ગ બહુ સંકુચિત થઈ જાય છે. જેથી લોકોને સંચાર પણ ઝડપથી થઈ શકતો નથી.
વળી જે નગરમાં કરેડ ધ્વજપતાકાઓના વિસ્તારથી સઘળા આકાશ માગે એવા તે આછાદિત થઈ જાય છે કે ગ્રીષ્મકાલમાં પણ લોકે સૂર્યના તાપને જાણી શકતા નથી. તેમજ જે નગરવાસી લોકો ગ્રહોની ભીંતમાં જડેલા અનેક મણીઓની કાંતિને લીધે નિરતર અંધકારને અભાવ
For Private And Personal Use Only