________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૭) પણ પ્રકારે જાણતા નથી. વળી આ સંસારમાં જીવોને એક ધર્મ જ શરણ છે; અન્ય વસ્તુઓ દુ:ખનું જ કારણ છે. અજ્ઞાનથી અંધ બનેલો, કષાયમાં પ્રીતિવાળે તેમજ વિષયમાં આસક્ત થયેલો પ્રાણ પ્રસિદ્ધ અને સ્કુટ બતાવેલા ધર્મને સ્વિકારતું નથી. વળી વિશુદ્ધ માર્ગને પ્રાપ્ત થયેલ વિવેકી જીવ ધર્મ સેવનથી સર્વ વસ્તુ મેળવી શકે છે.” આ પ્રમાણે મુનિએ વિસ્તારપૂર્વક મુનિ અને ગૃહી ધર્મનો ઉપદેશ આપે. મુનિ ધર્મ પાળવાને અસક્ત હોવાથી મહું ગૃહીધર્મને સ્વિકાર કર્યો. તેમજ પૂર્વના અપરાધ રૂપ મળને ધવામાં પ્રાયશ્ચિત્ત રૂપ જલપ્રવાહ વડે મુનિના ચરણ કમળમાં આત્મશુદ્ધિ કરતું હતું, તેટલામાં હારા સેવકે મહિને જે. ગુણચંદ્ર બે, “જયેષ્ઠબંધુ! મુનીંદ્રના દર્શનથી પ્રાપ્ત થયેલી આ રાજ્યલક્ષમી આપની છે, આપની ઈચ્છા પ્રમાણે ભગવે.” તે સાંભળી સાગરચંદ્ર બોલ્યો, “મુનિના ચરણકમળના પ્રસાદથી જૈનધર્મ હુને પ્રાપ્ત થયો છે. તે હવે પાપસ્થાનરૂપી આ રાજ્યનું હારે શું પ્રજન છે? માટે હે બંધુ! હું તે અહીં રહી ધર્મસાધન કરીશ.” આ પ્રમાણે સાગરચંદ્રને નિશ્ચય જાણી ગુણચંદ્ર પોતાના પિતાને રાજ્યસ્થાનમાં લઈ ગયા. ત્યાર બાદ તેણે નરેંદ્રની આગળ મુનિ દર્શનની વાત કહી અને આજ્ઞા માગી કે “તે મુનીંદ્રને વાંદવા માટે હું જાઉં છું.” રાજા છે, “અમે પણ આવીએ છીએ.” ત્યારબાદ રાજા, સ્ત્રી સહિત ગુણચંદ્ર, સાગરચંદ્ર અને સુમતિ નામે તેના પિતા વિગેરે સર્વે મુનિ પાસે જઈ અભિવંદન કરી ધર્મ સાંભળવા બેઠા. દેશનાની અંતે રાજાએ સમ્યક્ત્વવ્રત ગ્રહણ કર્યું. ગુણચંદ્ર બાર અણુવ્રત લીધાં, બીજાઓએ સમ્યક્ત્વમાત્ર તેમજ કેટલાક જનેએ યથાશક્તિ ભિન્ન ભિન્ન નિયમ લીધાં.
ત્યારબાદ મુનીંદ્રને નમસ્કાર કરી નરેંદ્રાદિક સવે પિતાના
For Private And Personal Use Only