________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર બોલ્યા, હે પુત્ર! આ અદ્ભુત સમૃદ્ધિ ક્યાંથી મળી? ગુણચંદ્ર પણ મુનિદર્શનથી આરંભી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ તેણે પૂછયું હે પિતાજી! મહારા મહેતા ભાઈ કેમ દેખાતા નથી ? પિતાએ કહ્યું ભાઈ ! હારી સાથે અહીંથી તે ગયો છે તેટલી વાત હું જાણું છું. ત્યાર બાદ ગુણચંદ્ર પોતાના અનુચર મેકલી સાગરચંદ્રની શોધ કરાવી, અનુક્રમે ફરતાં ફરતાં તેઓને સાગરચંદ્રને પત્તો લાગ્યું. ત્યાંથી તેને લઈ અનુચર ગુણચંદ્રની પાસે આવ્યા અને તેણે પોતાના ભાઈને વિનય પૂર્વક પૂછ્યું કે મુનિ પાસેથી ગયા બાદ આપને કંઈ લાભ મળે? સાગરચંદ્ર બેચે, અપશુકન થવાથી પાછા વળી હું નગર તરફ આવતું હતું તેટલામાં ત્યાં ચાર લોકે આવી પહોંચ્યા અને મારો મારો એમ બોલતા તેઓએ દંડાદિકના પ્રહારથી જીર્ણ કરી મહને પૃથ્વી ઉપર પાડી દીધો. તેમજ વસ્ત્રાદિક ગ્રહણ કરી મુખમાં વસ્ત્રને ડુચે મારી વૃક્ષના મૂળમાં હુને સજડ બાંધીને તેઓ ચાલતા થયા, ત્યારબાદ ત્યાં એક મુસાફર આવ્યો. મહારી દીન અવસ્થા જોઈ તેને દયા આવી. જેથી બંધનથી મુક્ત કર્યો, પછી તેણે પિતાની પાસેથી ડુંક ખાવાનું મહને આપ્યું. વળી પાણી પાયું. તેથી હું શુદ્ધિમાં આવ્યું, પછી હું વિચાર કર્યો કે ગુણચંદ્રનું કહેવું સત્ય થયું. મુનિ મહારાજ શકુન રૂપ હિાવા છતાં તેમને અમંગલિક માનવાથી મહારા મનનો વિચાર મહને ફલીભૂત થયે. માટે હજુ પણ મુનિની પાસે જઈ તેમની ક્ષમા માગું. વળી પુણ્યના ઉદયથી કેઈ પણ રીતે તેમનું દર્શન થાય તે સારું, એમ જાણું છું ત્યાં ગયા, દેવગે મુનિનાં દર્શન થયાં. નમસ્કારપૂર્વક મહારે દોષ પ્રગટ કરી મોં ક્ષમા માગી, ત્યારે.મુનિ બોલ્યા, “ધર્મ અને અધર્મનું ફલ આલેકમાં પ્રગટ વેદતા સરલ પ્રાણુઓ જાણી શકે છે, અન્ય કુટિલ જી કઈ
For Private And Personal Use Only