________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિચાર કર્યો કે આ મુનિ દર્શનનું જ ફળ છે. અન્યથા આવે અનુકૂળ શબ્દ કયાંથી સાંભળવામાં આવે ? પછી ગુણચંદ્ર નિમંત્રણ કરવા આવેલી સ્ત્રીને હાથ પકડી રથ આગળ ગયો. રથમાં બેઠેલી કુમારીએ પોતાના હસ્તનું અવલંબન આપી ગુણચંદ્રને રથમાં લઈ લીધો. ત્યારબાદ સુંદર ફલોથી ભરેલું પાત્ર તેના હાથમાં આપ્યું. પછી ઠંડુ પાણી પાઈ સોપારી આપી. ત્યાર બાદ કપુરના મિશ્રણ વાળા ચંદન રસને ગુણચંદ્રના શરીરે લેપ કર્યો. પછી બહુ વેગથી રથ ચલાવ્યું. આઠ જન ગયા એટલે સૂર્યોદયને પ્રકાશ પડ્યો. જેની સાથે સંકેત કર્યો હતે તે પુરૂષ કરતાં ઘણે સુંદર અને નવીન વન વયમાં આવેલા ગુણચંદ્રને કુમારીએ જોયો અને હૃદયમાં બહુ ખુશી થઈ તે બેલી, હે પ્રિય વલ્લભ! અહીંજ અને વરે. દેવના આપવાથી તમેજ મહારા ભર્તા છે. અન્યથા અન્ય સાથે મહું સંકેત કર્યો હતે તેમ છતાં તહારોગ ક્યાંથી થાય? માટે હે સુભગ રત્ન! દૈવગે જે થવાનું હતું તે થયું. હવે તે તમેજ મહારૂં શરણ છે. તમ્હારે કંઈ ચિંતા કરવી નહીં. કટિ મૂલ્યનાં આ હાર આભરણ છે તે આપનાં જ છે. આપ ઈચ્છા પ્રમાણે આનંદ ભગવો. એમ કહી તેણએ પિતાનું વૃત્તાંત કહ્યું કે વસંત સેના નામે હું નંદિપુરના રાજાની પુત્રી છું. વળી હારા પિતાને વિચાર એવો છે કે પોતાના સીમાડાના વૃદ્ધ નરેંદ્રની સાથે મહારે વિવાહ કરે, તે વાત મહારા સાંભળવામાં આવી. તેથી હું બહુ દુઃખી થઈ અને ગુણચંદ્ર નામના એક ક્ષત્રિય સાથે તે દેવમંદિરમાં મળવાનો મહે સંકેત કર્યો હતે, હું રથમાં બેસી ત્યાં આવી અને મહારીદાસીને બોલાવવા મેકલી, તેથી તમે તેની સાથે આવી મહારા રથમાં બેઠા. વળી હું એમ માનું છું કે હારા પિતાના ભયથી સંકેત કરે તે પુરૂષ અહીં નહીં આવ્યું હોય તે સાંભળી ગુણચંદ્ર બોલ્યો કે જે આ
For Private And Personal Use Only