________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણની કથા.
(૩૯) તે સંબંધી તપાસ કરતો હતો. તે વાત ગામના લોકોના જાણ વામાં આવી, તેથી મિત્ર, પુત્ર તેમજ પોતાના પિતા સમાન ગણુતા તે ધનશ્રેણીની આપત્તિને નહીં સહન કરતા એવા ગામના આગેવાન સર્વે એકઠા થઈ અધિકારીના ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે આ વાત અસત્ય છે, માત્ર ષિ લોકેએ આ તરકટ રચેલું છે. કારણ કે ધનશ્રેષ્ઠી સમાન આ નગરમાં કઈ પણ સત્યવાદી વેપારી નથી, તેમજ પોતે ન્યાયમાગે ચાલનાર છે, વળી જૈન ધર્મમાં બહુ શ્રદ્ધાળુ છે. એમ સવે લેકે જાણે છે. એ પ્રમાણે લોકોની પ્રાર્થનાથી અધિકારી પણ સમજ્યો કે આ મહાજન લેકેનું કહેવું સત્ય છે. એમ જાણી આભીરીને ખુબ ધમકી આપીને કહ્યું, રે રાંડ! મરેલો બાળક કેડમાં લઈ જેણે તને મેલી હોય તેનું નામ બેલ, નહીં તે હારા કાન અને નાક કાપી લઈશ. તે સાંભળી આભીરી બહુ ગભરાઈ અને બેલી કે દેશાંતરમાંથી અનાથ વાછડી સમાન હું અહીં આવી છું. વણિક લેકોના કહેવાથી મહેં આ કૃત્ય કર્યું છે. અધિકારી બોલ્યા, તેઓ કોણ હતા તે બતાવ! આભીરીએ ત્યાં જોવા માટે આવેલા તે વણિક જનોને બતાવ્યા. એટલે તેઓને કબજે કરીને અધિકારીએ પણ ધનશ્રેષ્ઠી સત્યવાદી, નિર્લોભી અને સર્વ લોકોને સંમત છે એમ સિદ્ધ કરી બતાવ્યું. અને બાકીના વેપારીઓ માયાવી છે એટલે તેઓ લેકોને ફસાવનાર છે. તેથી તેઓએ હેપને લીધે આ કાર્ય કર્યું છે, માટે બહુ વિરૂદ્ધવાદી આ વણિક લેકે ઉપર આ તરકટ પડે. ત્યારબાદ આભીરીને આપેલું દ્રવ્ય પાછું મંગાવીને તે કપટી લેકને નિરૂત્તર કરી આધપતિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું. અને તેઓને કારાગૃહમાં દાખલ કર્યા, તેમજ ધનશ્રેષ્ઠીને બહુ સન્માન કરી વિદાય કર્યો એટલે ગામના સર્વે લેકે મળવા માટે ધનશ્રેણીના ઘેર
For Private And Personal Use Only