________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ખવાળ) હોય, પરંતુ અમને તે સારે લાગે છે, કારણ કે રોગને શાંત કરનાર ઔષધ કડવું હોય તે પણ પ્રિય લાગે છે. તે પ્રમાણે લેકેનું વચન સાંભળી અન્ય વેપારીઓ ધનશ્રેણી ઉપર વિશેષ દ્વેષ કરવા લાગ્યા, અને દરેક કાર્યમાં તેનાં છિદ્ર શોધતા હતા પરંતુ કિંચિત્માત્ર પણ તેની ભૂલ દેખવામાં આવતી ન હતી. વેપારી કેમના કેઈએક વણિકે તરતને મરેલો એક બાળક
ત્યાં પડેલે જે. પછી સર્વે વેપારીઓની એક આભીરની સ્ત્રી સંમતિ લઈ તેણે એક આભીરીને બોલાવી
તેને લાંચ આપી પિતાને સ્વાધીન કરી અને કહ્યું કે અમારું આટલું કાર્ય ત્યારે કરવાનું છે. તેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું, ત્યારબાદ તે ભરવાડની સ્ત્રીને એક વસ્ત્રમાં વીંટીને મરેલે તે બાળક આપે અને કહ્યું કે આ બાળકને કેડમાં બેસારી તે ધનશ્રેષ્ઠીની દુકાને તું જા, પછી તે પ્રમાણે સજીને તેની દુકાન આગળ ગઈ અને સુતરને બદલે તેલ માંગ્યું. તે સમયે અન્ય ગ્રાહકોની સાથે તે આપ લે કરતા હતા તેથી તેણે કંઈ જવાબ પણ આપે નહીં, એટલે તે કેપ કરી બેલી, રે ભિલ્લ ! તું અમને ઉત્તર પણ આપતે નથી? આ પ્રમાણે આભીરીનું વચન સાંભળી બહુ ક્રોધાતુર થઈ ધનશ્રેષ્ઠીએ તે આભીરીને કંઈક ઠપકાવી. જેથી તરતજ મરેલા બાલકને પૃથ્વી પર ફેંકી દઈને હું લુંટાઈ લુંટાઈ એમ પિકાર કરવા લાગી. તે સાંભળી આરક્ષક કે દોડતા ત્યાં આવ્યા અને જોયું તો આભીરીનું તોફાન તેઓના જોવામાં આવ્યું. તેમજ તેણીએ કહ્યું કે આ વાણુઆએ હારા છોકરાને મારી નાંખે. આરક્ષકેએ તે વાત સત્ય માની ધનશ્રેણી અને મરેલા બાળક સહિત આભીરીને પકડી લઈ ગ્રામાધિપની આગળ હાજર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. એટલે પ્રામાધિપ
For Private And Personal Use Only