________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદયનની કથા.
(૩૧) એમ વિષયી લેકે જાણે છે, પરંતુ અશુચિ એવા મળમૂત્રની પિટલી છે તેમ જાણતા નથી. અહ! મેહ માહાસ્ય કેવું છે? ત્રિવલી રૂપરંગેથી યુકત સ્ત્રીઓની નાભિને મૂઢ પુરૂષ અમૃત કુંડ માને છે. પણ અસંખ્ય દુઃખનું સ્થાન માનતા નથી. માટે જેવી રીતે આ બન્ને અને જે મેહિત થયા અને મરણ પણ પામ્યા, તેવી રીતે બીજાઓની સ્થિતિ ન થાય તેટલા માટે હું ચેકસ વિચાર કરી આત્મઘાત માટે નદીમાં પડી, પણ પછી મહને વિચાર થયે કે અરે ! આ મહટું પાપ આચર્યું, કેમકે જીતેંદ્રભગવાને પિતાના અને પરના વધને નિષેધ કર્યો છે. એમ જાણી આત્મહત્યાના પાપથી ભીરૂ થયેલી એવી હું તખ્તારા જેવામાં આવી. નિષ્કારણ દયાળુ એવા તમે એ હુને જીવિતદાન આપ્યું. ત્યારબાદ તેઓ બેલ્યા, ધર્મના સંબંધથી તું અમારી
હેન છે. માટે હે ભાગ્યવતી ! ચાલ, અમારે ઘેર, પછી ત્વારા પિતાને ત્યાં હવે અમે લઈ જઈશું. ત્યારબાદ તે બાલા તેઓની સાથે રત્નાકર શેઠને ત્યાં ગઈ. પુત્રના મુખથી બાલાની સર્વ હકીકત જાણે શેઠે પણ સારી રીતે તેની સેવા કરી. બાલાએ શેઠને કહ્યું કે હારા વિયોગથી મહારા માતાપિતાને બહુ ચિંતા થતી હશે. તેથી તેમને ખબર મેકલાવો. રત્નાકરે પણ તે પ્રમાણે સમાચાર મેકલાવ્યા. આ લેકેને ધર્મમાં દેરવા જોઈએ એમ જાણે બાલાએ પણ ત્યાં રહીને સર્વ લેકને શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે સદ્દગુરૂના ચરણકમલમાં ગૃહી ધર્મને સ્વીકાર કર્યો. થોડા દિવસમાં તે બાલાનાં માતપિતા પણ ત્યાં આવ્યાં. રત્નાકર શેઠે તેઓની બહુ ભક્તિ કરી અને બાળાનું સર્વ વૃત્તાંત કહ્યું. તહારે વિયેગ હતું છતાં પણ તય્યારી પુત્રીએ અમારે જન્મ જૈન ધર્મના ઉપદેશથી સફલ કર્યો, કારણકે–
For Private And Personal Use Only