________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરિયા ધર્મની પ્રાથમિક માહિતી
(૩૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પતા નથી તેથી હાલ હું શ્રાવક ધર્મ પાળું છું. મારા માતાપિતાની દ્રષ્ટિગોચર રહીને સુખેથી ગ્રહવાસમાં રહું છું. હવે એક દિવસ હું દર્શન માટે જૈનમંદિરમાં જતી હતી, ત્યારે માર્ગમાં બે રાજપુત્રોએ હને જોઈ એટલે તેમાંથી એક બોલ્યા, હે મૃ. ગાક્ષિ ! પ્રસન્ન થઈ મહારા સ્વામી દ્રષ્ટિ કર કે જેથી ત્યારી દ્રષ્ટિરૂપ અમૃતથી હું શાંત થાઉં. પછી બીજે બે, હે તન્વગી! જે દયા ધર્મ પાળનારી તું સત્ય શ્રાવિકા હોય તે સ્વને છોડીને મનથી પણ બીજાની પ્રાર્થના કરીશ નહીં, અન્યથા જરૂર મહારા પ્રાણુ પરલોકમાં પધારશે. આ પ્રમાણે બન્નેનાં અસભ્ય વચન સાંભળી જલદી હું જૈનમંદિરમાં ગઈ. વિધિ સહિત પૂજન વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગૃહ તરફ આવતી હતી તેટલામાં તે બન્ને જણ આગળ માર્ગ રેકી ઉભા હતા. તેમને જોઈ હું આડે રસ્તે નાઠી અને શીબવતની રક્ષા માટે દૂર ચાલી ગઈ, તેપણ તેઓ હારી પાછળ પાછળ આવતા હતા. એવામાં એક શંકરનું મંદિર આવ્યું એટલે એકદમ તેની અંદર હું પેસી ગઈ અને દ્વાર બંધ કર્યો. તેટલામાં તેઓ બહાર આવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એક કહે મહારી સ્ત્રી છે અને બીજે કહે હારી સ્ત્રી છે ! એમ વિવાદમાં એક બીજાના ખર્ષથી બન્ને જણ પ્રાણ મુક્ત થયા. એ પ્રમાણે તેઓનું મરણ જોઈ દ્વાર ઉઘાડીને મહું ત્યાં આવી જોયું તે તેજ સ્થિતિમાં બન્નેને જોયા. ત્યારબાદ હુને વિચાર થયે કે અરે ! મહને ધિક્કાર છે. આ બન્નેના મરણનું કારણ હું પોતેજ થઈ. અથવા આતા મોહને વિલાસ છે. એમાં હારે શ દોષ ? વળી સ્ત્રીઓને દેહ અશુચિ રસથી ભરેલું છે. અસ્થિ, વિષ્ટા તેમજ ચામડી તથા નસેથી વ્યાપ્ત છે. તે આ દેહમાં કીડા વિના બીજે કેણુ આસક્ત થાય? યુવતિએને નિતંબ ભાગ કામદેવને વિલાસ કરવાની રાજધાની છે
For Private And Personal Use Only