________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની કયા.
(૨૧)
રાજ્ય છે।ડી કોઇપણ સ્થાને ત્હને ફાવે ત્યાં તું ચાલ્યા જા. હારૂ સુખ હુને દેખાડીશ નહીં. તું મ્હારા પુત્રજ નથી કેમકે મ્હારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રીડાવડે લુટવાથી મ્હારી કીર્ત્તિને પણ ન્હે દૂષિત કરી. પશુ અને પુત્રમાં રાજ્યનીતિ સમાન રાખવી એમ જે પડિતા કહે છે તે સત્ય છે. વળી જો હું હાશ ખુલ્લા દોષને છુપાવી ચેાગ્ય દંડ ન કરૂં તે હું નીતિમા`થી વિપરીત ચાલનાર ગણાઉં, કેમકે પેાતાના રાજ્યમ સર્વ જનાનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવુ તેજ લક્ષહેામ, સરોવર, કૂવા અને દેવમાંદેરર્થિક બનાવવા સમાન ગણાય. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે~~
दुष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृत्तिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम् ॥ किं देवकार्येण नराधिपानां, कृत्वा हि मन्युं विषमस्थितानाम् । तद्देवकार्यं च स एव यज्ञो - यदश्रुपाता न भवन्ति राष्ट्र ||
અર્થ—‹ દુષ્ટના દંડ, સજ્જનની પૂજા, ન્યાયથી કાશ ( ખજાના )ની વૃદ્ધિ, સર્વથા પક્ષપાતના ત્યાગ અને શત્રુઓથી દેશની રક્ષા કરવી એ પાંચે કાર્ય રાજાઓને માટે ખાસ યજ્ઞભૂત કહ્યાં છે. વિષમ સમયમાં આવી પડેલા રાજાએ જો ક્રોધ વશ ન થાય ત પછી દેવ સંબંધી કાય કરવાથી શું ? કારણકે રાજ્યમાં કાઇ? પણ ઠેકાણે અશ્રુપાત ન થાય તેજ કાર્ય અને તેજ યજ્ઞ જાણવા.” વળી જેઓના માટે હું નિરતર ટાઢ, તડકા, ક્ષુધા અને તૃષા સહન કરૂ છુ, તેઓના ગૃહસાર તથા સ્ત્રીઓને બલાત્કારે તુ હરણ કરે છે માટે મ્હારે હારૂં કામ નથી, તેથીતુ જલદી હાર્ રાજ્ય છેડી અન્ય સ્થળે ચાણ્યે જા, ત્હારૂં મુખ જોવાના પણ હવે ધર્મ રહ્યો નથી. કેમકે ચારટાઓની વસ્તી કરતાં શૂન્યસ્થાન ઘણા દરજ્જે શ્રેષ્ઠ ગણાય.
For Private And Personal Use Only