________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તે પિતાને ઘેર ગયે. ત્યારબાદ નાહટ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે ગુરૂએ મુનિધને પણ ઉપદેશ આપે હતો, તેથી તે પણ પાળવો જોઈએ ? હાય, તે તે તેમને કહેવાને અને આપણે સાંભળવાનો ધર્મ છે. એમ માની પિતાના દુષ્કતથી અટકે નહીં. વળી એક દિવસ કેઈક ચેર રત્નાવલી હાર લઈ તેની પાસે આવ્યો. એટલે તેણે પ્રથમની માફક સ્વ૫ કિંમત આપી તે હાર લઈ લીધું. તે સમયે વિમલ રાજાને કારભારી તેની દુકાને લેવડ-દેવડને સંબંધ હોવાથી નાહટની પાસે આવી બેત્યે, હે શેઠ! આજે હમારે રેશ્મી કાપડ લેવાનું છે માટે બતાવો તે ઠીક હોય તે લઈએ. તરતજ પિતે ઉભે થઈ ગાંશડી લઈ બહાર આવ્યું. એટલે કેડમાં બેસેલે હાર વજનના લીધે નીચે પડી ગયે. જે તરતજ તે કારભારીએ લઈ લીધે અને તપાસ કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ ! આ શું? નાહટ ગભરાઈ ગયે. અને કંઈ પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે તેને હાથ પકડી કારભારી બેલ્યો, આ હારની સાથે બીજા કુંડલાદિક અલંકારે ગએલા છે, તે હારી પાસે છે ? તે સાંભળી નાહટ બોલ્યો, દેશાંતરથી વેપારીઓ આવ્યા હતા તેઓની પાસેથી લક્ષ સોનિયા આપી આ રત્નાવલી હાર મહેં લીધે છે. કારભારી છે, હે નાહટ ! હવે જૂઠું બોલવાથી હારૂં કંઈ વળે તેમ નથી. કારણકે મને હર પ્રાણપ્રિયાને સમાન રાજાને આ હાર બહુ પ્રિય છે. વળી આ હારમાં બહુ ગુણ રહેલા છે. માટે તે પોતેજ રાજાને વિનય પૂર્વક આપી દે. નહીંત રાજાને માલુમ પડશે તો ધન અને દેહથી પણ હારો છુટકારો થશે નહીં, એમ તેઓ બેલતા હતા તેટલામાં એકદમ ત્યાં આરક્ષક આવ્યું અને મારે, મારે, એમ બોલી તીવ્ર ખના પ્રહાર કરીને તેને અવળા હાથે બાંધ્યું, તેથી નાહટ બહુ દીન થઈ રૂદન
For Private And Personal Use Only