________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવયશશ્રેછીની કથા.
(૧૧) કરી છે તેઓને હું શિક્ષા કરૂં છું. કારણ કે હું જેનશાસનની સેવા કરનારી દેવી છું. વળી હારી સ્ત્રીએ કાર્યોત્સર્ગ કરી હુને બોલાવી છે, એટલે હું તેઓને શિક્ષા કર્યા વિના રહીશ નહીં. આ પ્રમાણે દેવીને અભિપ્રાય જાણું દેવયશ બેલ્યા, હે દેવિ ? મહારા દુષ્કર્મને લીધે મહને આ વિડંબના થઈ છે. વળી આ દુ:ખ પડ. વાથી તે કર્મોને નાશ કરવામાં હું સમર્થ થશે, તેમજ મહારા પ્રાણની રક્ષા થઈ અને કીર્તિરૂપ કલંક પણ દૂર થયું. તે સર્વે હારા પ્રભાવથી જ થયું છે. એટલે હેવિ ! હવે હારી સેવા કરવામાં હું કંઈ પણ બાકી રાખ્યું નથી, છતાં પણ હવે આ સર્વ લોકોને ઉપદ્રવથી વિમુક્ત કરશે એટલે તે પણ હારૂં જ વાત્સલ્ય થયું તેમ હું માનીશ. ત્યારબાદ દેવી તે પ્રમાણે સર્વને સ્વસ્થ કરી દેવયશની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. રાજાએ હુકમ કર્યો કે વિડંબનાપૂર્વક ધનદેવને દેહાંત શિક્ષા
કરે. તે સાંભળી દેવયશને દયા આવી ધનદેવને શિક્ષા. તેથી તેણે રાજાને કહી તેને મુક્ત કરાવ્યું.
ત્યારબાદ રાજાએ પોતાની પટ્ટરાણીને દેવયશને ત્યાં મોકલી અને તેની સ્ત્રી રુકિમણને પાલખીમાં બેસાડી પિતાને ત્યાં બોલાવરાવી. જ્યારે તે પોતાની નજીક આવી ત્યારે રાજા ઉભે થઈ તેના પગમાં પડ્યો એટલે રૂકિમણું બેલી, હે નરાધીશ! સર્વ કલ્યાણના પાત્ર આપ થાઓ. એમ આશીર્વાદ આપ્યા બાદ રાજાએ તેને ભદ્રાસન ઉપર બેસાડી. પછી કૃતજ્ઞ પુરૂમાં શિરેમણિ સમાન રાજા હાથ જોડી સર્વ સભા સમક્ષ બે, હે ધર્મભગિનિ ? હું આપને ગુન્હેગાર છું તેમ છતાં આ પાપથી હુને હે મુક્ત કર્યો માટે હું ત્યારે મહાટે ઉપકાર માનું છું. રાજ્ય અથવા આ દેહથી પણ તેને બદલો વાળવાને હું સમર્થ નથી. હવેથી આ સર્વ રાજ્ય સંપત્તિ હારી છે માટે
For Private And Personal Use Only