________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હિતબુદ્ધિ રાખે છે, તેમ મંત્રીએ પણ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઈએ. “વળી ધનદેવે આ મુદ્રિકા કપટત્તિવડે તે પેટીમાં નાંખી હતી તેમજ દેવયશની સાથે ઈર્ષાને લીધે તે પાપીએ આ સમગ્ર કૃત્ય કર્યું છે. આ પ્રમાણે તે ચામરધારિણી સ્ત્રીનું વચન સાંભળી, આના શરીરમાં કેઈક દેવી આવેલી છે, એમ જાણી રાજા, મંત્રી વિગેરે કો નમસ્કાર કરી અનેક ઉપચારવડે ક્ષમા માગતા હતા, તેવામાં અવળું થઈ ગયું છે મુખ જેનુંએ તે ધનદેવ, લગુડાદિક (લાકડી વિગેરે)ના પ્રહારવડેકૂટાએલાની માફક, અતિ કરૂણ શબ્દથી પોકાર કરતો ત્યાં આવ્યું અને બોલ્યો કે, મહે પાપીએ દ્વેષબુદ્ધિથી સ્ફટિક સમાન શુદ્ધ એવા દેવયશ ઉપર આ અકૃત્ય કર્યું છે. એમ ત્યાં કોલાહલ થઈ રહ્યો છે, તેવામાં આકાશગામી વિમાનમાં બેઠેલે, હર્ષાશ્રુને વહન કરતા અને સજજને જેની સ્તુતિ કરે છે એવો દેવયશ પણ ત્યાં દેખાયે, તેથી તેની વિડંબના કરનારા આરક્ષક પુરૂષે દીન થઈ ગયા અને ઉંચા હાથ કરી ત્રાસજનક બમો પાડવા લાગ્યા. તેટલામાં વિમાન રાજમહેલ ઉપર આવી પહોંચ્યું. દેવયશને
વિમાનમાંથી નીચે ઉતરતો જોઈ ચામરદેવીનું વચન. ધારિણું ઝટ ઉભી થઈ. તે જ પ્રમાણે રાજા,
મંત્રી વિગેરે અન્ય જનેએ પણ અત્યુત્થાન આવ્યું. ત્યારબાદ તે સ્ત્રીએ દેવયશને પિતાના હસ્તનું અવલંબન આપી વિમાનમાંથી નીચે ઉતાર્યો. પછી રાજાએ પણ તેને બહુ માનપૂર્વક સિંહાસન ઉપર બેસાડ્યો અને પોતે બીજા આસન ઉપર બેઠે. ત્યારબાદ શાસનદેવીએ દેવયશને પ્રાર્થના કરી કહ્યું કે તું જેનામતને રાગી છે, તેમજ દયાધર્મમાં અગ્રણી છે. વળી હું ઉત્કૃષ્ટ રીતે ગૃહિધર્મને સ્વીકાર કર્યો છે. અને સર્વથા તું નિર્દોષ છે, છતાં જે લેકેએ હારી આ પ્રમાણે વિડંબના
For Private And Personal Use Only