________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવયશશ્રેણીની કથા.
( ૭ ) ત્યારબાદ તે પેટી ખુલ્લી કરી જોયું તો તેમાંથી પરિગ્રહનું
પ્રમાણુ અને નવકાર મંત્રનું ફલ જેમાં દેવયશને શિક્ષા લખેલું હતું એવું એકટિપ્પણનું કાગળીયું
રાજાના જોવામાં આવ્યું. તે વાંચવાથી રાજા સમજી ગયા કે જેના નિયમ આવા ઉત્કૃષ્ટ છે, તે માણસ આવું કાર્ય ન જ કરે. તેથી દ્વારપાલને હુકમ કર્યો કે ધનદેવને તે જલદી અહીં લાવે, કારણકે તેણે આવી ખરાબ વાત શા માટે કરી? દ્વારપાળે તરતજ તેને દાખલ કર્યો. રાજ બે, રે અધમ ! હારું કહેવું અસત્ય છે. એમ રાજાના કહેવાથી ધનદેવે તે પેટી ખંખેરી કે તરતજ તેમાંથી વીંટી નીચે પડી. તે જોઈ પાસે ઉભેલા લેકે બોલ્યા, આ મોટું આશ્ચય છે કે અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું. ત્યારબાદ ભૂપતિએ કોપાયમાન થઈ દેવયશને બહુ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે ધૃષ્ટ ! કૂટ ધાર્મિક ! આ શું? દેવયશ બે, હે રાજન ! આ સર્વ દૈવનું કર્તવ્ય છે. રાજા છે, તે વાત સત્ય છે. દૈવેજ હને આવી બુદ્ધિ આપી હશે. એમ કહી રાજાએ બહુ વિડંબના પૂર્વક વધસ્થાને તેને લઈ જવાની આજ્ઞા આપી. આરક્ષકે તેને વૃદ્ધ ખર ઉપર બેસાડી, ગેરથી શરીર રંગી સુંદર લાલ કણેરના પુષ્પોની માલા હેના કંઠમાં પહેરાવી અને આગળ ડિંડિમ નગારાના ઘેષ સાથે બહુ ઠાઠથી નગરની અંદર કેઈ નવીન પ્રકારને વરઘડે કાલ્યો. તેમાં એક પુરૂષ પિતાના હસ્ત વડે ઉંચા વાંસડા ઉપર લટકાવેલી મુદ્રા રત્નને ભમાવે છે. તે જાણે અન્યાયને પિકાર કરવા માટે નગર લક્ષમીને ઉંચે કરેલ હાથ હોયને શું ? તેમ દેખાય છે. આ પ્રમાણે દેવયશને તિરસ્કાર જઈ તેના સ્વજન અને પરિજન રૂદન કરવા લાગ્યા, તેમજ વળી પશુ અને પક્ષિઓ પણ બહુ દુ:ખી થઈ આકંદ કરવા લાગ્યા. તેમજ લોકોની વાણી શ્રવણ ચરથવા લાગી કે અહા ! રાજાએ
For Private And Personal Use Only