________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હું આવતું હતું તે સમયે દેવયશને હું પણ તે ઠેકાણે ઉભેલે જે હતે. એમ વિચાર કરી ધનદેવને કહ્યું કે તું રાજભક્ત છે, તેથી હારી સેવાને ગ્ય સત્કાર કરીશ. પરંતુ હાલમાં દ્વારપાળના કહ્યા પ્રમાણે ક્ષણમાત્ર તું બેસી રહે. એમ કહી તેને દ્વારપાલને સ્વાધીન કરી, કેટવાળને મોકલી કાર્યાતરના ઉદ્દેશથી દેવયશને લાવરાવ્યું. દેવયશ પણ તત્કાળ ત્યાં આવ્યા એટલે એકાંતમાં તેને લઈ જઈ રાજાએ પૂછ્યું કે હે ભદ્ર! જેનમંદિરના માર્ગમાં પડી ગયેલી મહારી મુદ્રિકા તે વખતે તને જડી છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. માટે જે એ વાત સત્ય હોય તે હાલ તે આપી દે. હજુ પણ હું હને અભયદાન આપું છું અને કંઈપણ હુને હરકત કરીશ નહી, તું પણ જાણે છે કે સત્યમાં સુખ છે. વળી અહારી આ રાજ્ય સ્થિતિ પણ તે મુદ્રિકાના પ્રભાવથી જ ચાલી આવે છે. આ પ્રમાણે વિષમ વચન સાંભળી દેવયશ બેલ્ય, હે નરેંદ્ર! આપની મુદ્રિકા લીધી નથી. સેવકો ઉપર આપ સ્વાભાવિકજ દયાળુ છે. તેમજ આપની પ્રતિજ્ઞા સત્ય છે. જેથી મહને અભયદાન મળે તેમાં કંઈ સંશય નથી. પરંતુ આ લોક અને પરલોકમાં ત્રીજા વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલાં નરકાદિક દુ:ખના કારણભૂત પાપે ભેગવવાં પડે તેની શી ગતિ થાય ? માટે હે સ્વામિન્ ! પ્રાણ ત્યાગ થાય તેપણ આ ચેરીનું કામ હું નજ કરૂં. રાજા બોલ્યા, ત્યારૂ કહેવું સત્ય છે, પરંતુ હારા શયન સ્થાનમાં પલંગ પાસે પેટીમાં તે વીંટી હે ગોપવી છે, એમ ધનદેવનું કહેવું છે. માટે તમે અહીં રહે અને તે પેટીને અમારા પુરૂષે અહીં લાવે તેવી ગોઠવણ કરે. વળી તેને તપાસ કરતાં જે મુદ્રિકા નહીં નીકળે તે હું તે પિશાચ રૂપ અધમને ભૂતનું બલિદાન કરીશ. ત્યારબાદ દેવયશે તે જ પ્રમાણે પેટી ત્યાં મંગાવી.
For Private And Personal Use Only