________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર છે. તે બાબતમાં શાસ્ત્રકાર કહે છે કે– સ્વમને ઉત્તર. વૃક્ષ ઉપર ચઢવું અને ઘોડાઓનું દર્શન
તે શ્રેષ્ઠ ગણાય છે. તેમજ નીચે મુખ પ્રસારીને ઉભેલા સિંહનું અવલોકન બહુ દુષ્ટ કહ્યું છે. હે દેવ! વળી તે શરમ કોણ હશે? તે અમને સમજાતું નથી. કારણ કે, જેનાથી ત્રાસ પામી સિંહ પણ નાશી ગયેા. માટે આ સ્વમ ઘણું વિષમ છે. આ બાબતમાં અમારી બુદ્ધિ પહેચતી નથી. કેઈપણ શ્રુતનાની મુનિ શિવાય આ સ્વમને ખરે ભાવાર્થ જાણી શકે તેમ નથી. ત્યારબાદ રાજા વિચાર કરવા લાગ્યું. હાલમાં કે સૂરિ મહારાજ અહીં વિરાજે છે! એમ ઉહાપોહ કરતો હતે, તેટલામાં હાથમાં સુંદર કમળમાળાને ધારણ કરતી અને હૃદયમાં અપાર પ્રમાદને વહન કરતી ઉદ્યાનપાલિકા ત્યાં આવી રાજાને નમસ્કાર કરી બેલી. હે દેવ! અહીં આપના ઉદ્યાનમાં બહુ શિષ્ય જેમની સાથે રહેલા છે, ચારે જ્ઞાનના જાણકાર અને અનેક લબ્ધિઓના નિધાન એવા સમયસાગર સૂરીશ્વર પધાર્યા છે. તે સાંભળી રાજાએ હેને વસ્ત્ર અલંકારાદિવડે સંતુષ્ટ કરી, પછી સ્વપ્ન પાઠકે સહિત રાજા ઉ. ઘાનમાં ગયો. સૂરદ્રના ચરણકમળમાં વંદન કરી નીચે બેઠે. અને ઉચિત સમયે સ્વપ્નની વાત પુછી. સમયસાગર સૂરિએ પણ ઉપકાર જાણું તે સ્વપ્નનું યથાર્થ
ફળ બતાવ્યું કે, વૃક્ષરૂપી સંસાર, શાખાસમયસાગર સૂરિ. એરૂપી ચાર ગતિએ, વિષધર સમાન
વિષ, શીકારી પશુઓ સમાન રોગ, પવન સમાન પૂર્વોપાત કર્મ અને જે શાખાને તું વળગી રહ્યો હતે, તે મનુષ્યગતિ તેમજ તે શાખા નીચે માનવગતિથી પડતા એવા હને જે સિંહ ગળવાની ઈચ્છા કરતું હતું તે મૃત્યુ સુભટ જાવે. વળી તેટલામાં ત્યાં જે શરમ આવ્યું તે કોઈપણ સૂરિ
For Private And Personal Use Only