________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર
નિષ્કારણ દયાના રસરૂપ નદીના ઉન્નત પર્વત સમાન એવા છે મુની ! અંગીકાર કરેલા મહાવ્રતરૂપી ભારને વહન કરવામાં ધુરંધર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. હાશ પૂર્વ પુણ્યની પ્રેરણાથી આપ અહીં પધાર્યા છે. માટે હવે અનશનદાન આપી મહને કૃતાર્થ કરે. મુનીંદ્ર બેલ્યા, હું પણ હારે અવસાન સમય જાણું અહીં આવ્યો છું. માટે સુખેથી તું અનશનવ્રત ગ્રહણ કર. પછી મલયચંદ્ર વિધિપૂર્વક અનશનવ્રત લીધું. ત્યારબાદ નિરતિચાર વિશુદ્ધપણે અનશનવ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી તે બ્રાલેકમાં ઉત્પન્ન થયો.
બાદ મહાન રાજા ધર્મબંધુ એવા મલયચંદ્ર મિત્રના રાજાને શેક.
છે, શોકમાં ગરક થઈ વિલાપ કરવા લાગે.
• પછી મુનિ બોલ્યા, નરેંદ્ર' હવે એમાં ખેદ કરવાનું કંઈ પણ કારણ નથી. કારણ કે જેના હાથમાં જરૂપી ધનુષ્ય રહેલું છે, અને વ્યાધિરૂપી સેંકડો બાણે પણ રહેલાં છે, તેમજ મનુષ્યરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં ઉઘુક્ત થયેલા દેવરૂપી પારધિથી બચવાને કોણ સમર્થ છે? ગભદિક દુઃખરૂપી તરંગિત જળને વિનાશ થવાથી સુકાતા સરોવરની માફક દરેક સમયે મૃત્યુ વિદ્યમાન છતાં પણ મનુષ્ય જીવિતની આશા કેમ છેડતા નથી? વળી અન્ય લોકમાં એક સાથે ચાલેલા સાથીઓની માફક જે કઈ આગળ જાય તે તેમાં શેક કરવાનું શું કારણ? અથવા જેમ ખેતીદાર કે. ક્ષેત્રમાં પાકેલું ધાન્ય લણી લે છે, તેમ મૃત્યુ સુભટ પ્રાણીમાત્રને સંહાર કરે છે. માટે વસ્તુ સ્વભાવ આ પ્રમાણે વિચિત્ર છે. વળી
જ્યાં જરા, રોગ અને વ્યાધિ વિગેરેને સર્વથા અભાવ છે એવા સુરે દ્રોમાં પણ જે અત્યરૂપ સુભટ સ્વછંદપણે વિચરે છે, તે વ્યાધિ, જશ, રેગ અને શોકથી ઘેરાયેલા મનુષ્યલોકમાં પ્રાણીઓ
For Private And Personal Use Only