________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૪૧૪ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાષચરિત્ર.
स्थविरानी कथा.
ચતુર્થ પરભ્યપદેશાતિચાર.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન ! હવે અતિથિ સવિભાગ વ્રતમાં ચેાથા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કૃપા કરી આપ અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન્ ! જે પુરૂષ। અતિથિ દાનના નિયમ લઈને સત્પાત્ર પાતાના ઘેર આવે છતે પણ પેાતાના દ્રવ્યને પારકુ છે એમ કપટથી કહે છે તેએ એક સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી) ની માફક દુ:ખી થાય છે,
બહુ વિશાલ અને ઉંચી હવેલીના શિખરાવર્ડ સૂચના રથના ઘેાડાએની ગતિને અટકાવતુ વિશ્વસ્થવિરાદષ્ટાંત. પુર નામે જગદ્વિખ્યાત નગર છે. વળી જેની અંદર કુલીન જને વસે છે એવું તે નગર શંકરના હાસ્ય તથા ચંદ્રને નિસ્તેજ કરતાં એવાં જીનમશિનાં શિખરોની શાભાવડે–મુનિવાસ રહિત એવી સ્વર્ગ પુરીને પણ હસે છે. વળી પદ્મ સમાન ( પદ્મરૂપી ) છે મુખ જેમનાં, વિશાલ પચીધર એટલે સ્તન મંડલ ( જલને) ધારણ કરનાર અને પ્રફુલ્લ કુમુદ સમાન ( કુમુદરૂપી ) છે નેત્ર જેમનાં, એવી સ્ત્રીએ અને સરાવરાવડે અંદર અને હારથી જે નગરીની સાંઢ તા પ્રસરી રહી છે. તેમજ અનેક રાજાઓના ડામિણુઓની કાંતિ વડે જેના ચરણ રંગાઇ ગયા છે. એવા સમયસહુ નામે રાજા તે નગરમાં રાજ્ય કરે છે. ચદ્રલેખા નામે તેની ભાયો છે. વળી તેજ નગરમાં બહુ દુ:ખરૂપી દાવાનલથી દુગ્ધ થએલી એક સ્થવિરા ( વદ્ધા ) રહે છે. તે હુમ્મેશાં ધનવાનાને ત્યાં કામકાજ કરતી અને પેાતાનુ ગુજરાન ચલાવતી દિવસેા વ્યતીત કરતી હતી.
For Private And Personal Use Only