________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષમીશ્રાવિકાનીકળ્યા.
(૪૩) શિક્ષા ગ્રહણ કરે છે તે અતિથિ તેના કલ્યાણને માટે થાય છે. વળી વિશેષ શ્રદ્ધા પૂર્વક જે ગૃહસ્થ ન્યાયથી મેળવેલું પિતાનું દ્રવ્ય, માનસિક શુદ્ધ ભાવનાવડે અતિથિને આપે છે, તેણે આ પ્રમાણે ભાવના કરવી કે, આ જગતમાં હું ધન્યવાદને લાયક છું. કારણુ કે જેના ત્યાં આ સમયે આવા મહાત્મા પધાર્યા. વળી શુદ્ધ ભાવ વડે આ મુનિને શુદ્ધ દાન આપવાથી જન્મ અને જરા રૂપી જલવડે વ્યાકુલ, કદાગ્રહરૂપી મધરાદિક જંતુઓ વડે ભયંકર, અનેક દુઃખરૂપી મહેટા તરંગથી વ્યાપ્ત, એવા અનાદિ અપાર આ સંસાર સાગરને હું તરી ગયે. તેમજ બ્રાહાણું, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્રો પોતપોતાની અનિંદિત વૃત્તિ વડે ઉપાર્જન કરેલા, જે દ્રવ્યને સત્પાત્રમાં નિયોગ કરે છે તે દ્રવ્યન્યાયપાઈત જાણવું, એમ જ્ઞાની પુરૂ કહે છે. વળી તેજ દ્રવ્ય અક્ષય જાણવું, કે જે સુપાત્રોને દાન આપવામાં આવે છે. વળી તે પરિણામે સુંદર અને અનંત ફળદાયક થાય છે. તેમજ જે એષણીય અને પ્રાસુક હોય તેજ અતિથિઓને દાન આપવા લાયક કહ્યું છે. જેવી રીતે વિશુદ્ધ ભાવના વડે આ અતિથિ સંવિભાગ વ્રત ગ્રહણ કર્યું હોય તેવી રીતે જ નિરતિચારપણે પાળવું. વળી તેના સચિત્ત દ્રવ્ય નિક્ષેપણું અને સચિત્ત દ્રવ્ય વિધાન, તેમજ કાલાતિક્રમણ, પર વ્યપદેશ અને પ્રદેષ એમ પાંચ પ્રકારના અતિચાર છે. તેમાં સચિત્ત દ્રામાં જે શુદ્ધ અન્ન નાખવું (ઉપર મુક૬)તે સચિત્ત દ્રવ્ય નિક્ષેપણ નામે પહેલે અતિચાર કહેવાય. વળી જે સચિત્ત દ્રવ્યથી શુદ્ધ દ્રવ્યને ઢાંકવું તે સચિત વિધાન નામે બીજે અતિચાર જાણવો. તેમજ સાધુના આગમ કાલનું ઉલ્લંઘન કરી, પ્રથમ જે જન વિધિ કરે છે તે કાલાતિ કમ નામે ત્રીજો અતિચાર કહેવાય. વળી લોભી શ્રાવક પિતાના દ્રવ્યને પણ આ પારકું છે, એમ જે મુનિઓને કહે છે તે પરદ્રવ્ય વ્યપદેશ અતિ
For Private And Personal Use Only