________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીસુપાર્શ્વનાથુરિત્ર.
કરતી શાંતિમતી નામે તેમને એક પુત્રી હતી. વળી હું માનું છુ કે-રતિનું રૂપ, સતીએનુ શીલ અને દેવાંગનાઓનુ સાંદર્ય ગ્રહણ કરીને વિધિએ હેને નિર્માણ કરી હાય ? તેમ તે દીપતી હતી. ચેાગ્ય ઉમ્મરે કુલીન વર સાથે હેતુ લગ્ન થયું હતું. છતાં પણ આ ખાલા મ્હારી ઉપર અત્યંત રાગિણી થઇ સંસારમાં ન પડે એમ જાણી વિષચેાના ત્યાગવડે તેના પતિએ બાલ્યાવસ્થામાં હૈના ત્યાગ કર્યાં હતા.
એક દિવસ શાંતિમતી કુસુમાકર ઉદ્યાનમાં ગઇ. ત્યાં આગળ શીતલ છાયામાં વિરાજમાન એક સુનીંદ્રનાં અભયદેવસૂરિ. હેને દર્શન થયાં. વળી જેમની સેવામાં અહુ મુનિએ જોડાયા હતા, તેમજ ઉપશમ લક્ષ્મી દીપાવવામાં સ્વયં યુદ્ધ સમાન, સૌભાગ્ય રત્નના મહાનિધિ, રત્નાના મહાસાગર, મુખની કાંતિવડે ચંદ્રને નિસ્તેજ કરતા, અનેક વિષુધજનેાને વંદન કરવા લાયક, કલિકાલની છાયાથી દૂર રહેલા, બહુ સુકામલ ખાહુલતાથી વિરાજીત, સ્નિગ્ધતામાં શરદ્ રૂતુના ચંદ્ર સમાન, વચન વિન્યાસમાં અમૃત સમાન, કામદેવ ના વિજેતા, વળી જેમનાં નેત્ર કમલ પત્રને અનુસરતાં હતાં અને જેમનું નામ અભયદેવસૂરિ હતુ. તેમજ હમ્મેશાં ઉદ્યોતકારી અપૂર્વ સૂર્ય હાયને શુ ? તેમ તેઓ દીપતા હતા, વળી સંસાર જન્મ સંતાપને નિવૃત્ત કરનાર, સ્થિરતામાં મેરૂ સમાન, બહુ વિષ્ણુધ ગણુ જેમના અંગમાં રહેલા છે અને સર્વથા નિર્ભીય એવા તે સરીંદ્રને વ ંદન કરી તેમની આગળ ધ શ્રવણુમાં સાવધાન થઈને તે નીચે બેઠી. અભયદેવસૂરિએ યતિ અને શ્રાવકધર્મ સબધી ધમ દેશના શ્રાપી. ત્યારખાઃ શાંતિમતીએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કર્યાં. તેમજ અતિથિ સવિભાગમાં વિશેષનિયમ સૂરિ મહારાજની પાસે લીધે. દાનવતમાં વિશેષતાએ હેતુ
For Private And Personal Use Only