________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતિમતીની કથા.
(૩૯૭)
शान्तिमतीनी कथा.
અતિથિસંવિભાગવ્રત. દાનવીરાજાએ પ્રશ્ન કર્યો, હે ભક્તવત્સલ! હવે ચોથા શિક્ષા
વ્રતમાં અતિથિ સંવિભાગનું સ્વરૂપ અમને અતિથિસંવિ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન !. ભાગ. જે ગૃહસ્થપુરૂષ શ્રદ્ધાવડે વિશુદ્ધ, ન્યાયથી
ઉપાર્જન કરેલું અને નિર્દોષ એવું ભેજનાદિક પિતાને ત્યાં આવેલા સુપાત્ર મુનિઓને અર્પણ કરે છે, તેમ જ પ્રફુલ્લ મનવડે રોમાંચિત થઈ સત્પાત્ર સાધુઓને શુદ્ધ દાન આપે છે, તે શાંતિમતીની માફક સ્વર્ગલોકની સુખ સંપત્તિ ભે ગવે છે. જેમકે–દેવતાઓની સ્નાન ક્રીડાવડે મનહર છે શેલા જેની, સુવર્ણ કમળની શ્રેણીઓને લીધે રાજહંસેવટે સેવન કરાચેલું અને નિર્મલ જલ જેમાં ભરેલું છે એવા માન સરોવરની સમાન, સુંદર કીડા કરતા મનુષ્યોથી વિભૂષિત અને ઉત્તમ પ્રકારની પ્રજા જેમાં રહેલી છે એવું વિલાસપુર નામે નગર છે. તેમાં ઉત્તમશા (શ) સ્ત્રોમાં (શસ્ત્રોમાં) કર્યો છે. શ્રમ જેમણે એવા પંડિત સમાન અને વરિરૂપી અંધકારને હરણ કરવામાં સૂર્ય સમાન શૂર નામે તેમાં રાજા છે. વળી સર્વ ધર્મકાર્યમાં તત્પર તેમજ મન, વચન અને કાયાવડે પતિભક્તિમાં દૃઢ શ્રદ્ધાવાળી વિલાસવતી નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં ધર્મરૂપી છે. સમૃદ્ધિ જેની તથા વિશેષ સદાચારમાં હમેશાં યત્ન કરતા અને સર્વ ગુણેને આધારભૂત એ સાધાર નામે પ્રસિદ્ધ શ્રેણી રહે છે. વિશાલ નિત્ર વિલાસવડે રમણએમાં ચૂડામણિ સમાન વિમલા, નામે તેની સ્ત્રી છે. અને મુખની કાતિવડે ચંદ્રમંડલને નિસ્તેજ,
For Private And Personal Use Only