________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયતુની કથા.
(૩૮૭) શાશ્વત જન પ્રતિમા વાંદવા માટે મેરૂશિખર ઉપર લઈ જાઉં. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, સ્વાધ્યાય કરવાના પ્રમાણુથી હજુ અર્ધ રાત્રી થઈ છે, અને આ સર્વ દેવ માયા છે એમ જાણી રાજાએ પિષધ પાળે નહીં અને ઉત્તર આપ્યા વિના પિતાને સ્વાધ્યાય કરવા લાગ્યા. તેથી તે દેવ બહુ કુપિત થયે” અને અનેક પ્રકારની તેને દારૂ વેદનાઓ કરવા લાગે. જેથી રાજાનાં નેત્ર, કાન, મુખ, વિગેરે અંગે બહુ પીડાવા લાગ્યાં. તે પણ રાજા સમસ્ત વેદનાએ સહન કરીને ભાવના ભાવવા લાગ્યા કે, રે જીવ! સ્વાધિન દશામાં ક્ષણ માત્ર વેદનાઓ સહન કર. કારણ કે, નરકાવાસમાં પરાધિનપણે પલ્યોપમ તથા સાગરોપમાં સુધી તેવા અનેક દુઃખ હેં સહન કર્યા છે. માટે હાલમાં દેવતાએ રચેલી વેદનાઓથી પણ તું ઉદ્વિગ્ન થઈશ નહીં. તેમજ પરમ ઉપકારી એવા આ દેવ ઉપર દ્વેષ પણ કરીશ નહીં. કારણકે, ઘણું કાલે દવા લાયક એવાં કર્મને હાલમાં આ દેવ તીવ્ર વેદનાઓ વડે ક્ષીણ કરાવે છે. માટે હે જીવ! તું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ સર્વ દુશ્ચરિતનું પાચન કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માગ. એ પ્રમાણે રાજા ચિંતવતા હતા, તેટલામાં તે દેવે પોતાના જ્ઞાનથી જાણ્યું કે, આ રાજા પિષધમાંથી કિંચિત માત્ર પણ ચલિત થયે નથી, એમ તેની દ્રઢ શ્રદ્ધા જોઈ સર્વ વેદનાઓને સંહાર કરી દેવ પિતે ક્ષમા માગવા લાગ્યો કે, હે મહાશય! હાલમાં અજ્ઞાન, પ્રમાદ, અને દ્વેષને લીધે નિષ્કારણ વૈર બુદ્ધિથી મહેં હને બહુ વેદનાઓ કરી હેની હું ક્ષમા માગું છું. રાજા બોલ્યા, હે સુરેશ ? એમાં હારે કંઈ દેખ નથી. માત્ર હારા અશુભ કર્મના ઉદયને લીધે હારે આ વેદનાઓ વેઠવી પડી. વળી પિતાના શુદ્ધ પરિણામના પ્રભાવને લીધે તેમજ મ્હારી સહાયતાને લીધે અમને કંઈ પણ કઠીન
For Private And Personal Use Only