________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૬ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
પુરૂષ છે. કારણ કે, આ સ્ત્રીએ પેાતાના સ્તન અને નિત ંખના ભારથી કુદી શકી નહીં. તેથી સ્ત્રી વેષધારી પુરૂષોની પરીક્ષા કરી રાજાએ જલદી તેઓને પકડી કબજે કરી લીધા. પછી રાજા ખેલ્યા, હું આલપંડિત ! આ જ્ઞાન ત્હને શાથી પ્રાપ્ત થયું છે ? તે બોલી, હે રાજન ! મ્હારી માતા મરીને વ્યતરી થયેલી છે અને તેનું સ્મરણુ કરવાથી તે મ્હને સૂક્ષ્મ વૃત્તાંત પણ કહે છે. રાજા તેની બુદ્ધિ જોઇ બહુ ખુશી થયા અને વસ્ત્રાદિકથી સત્કાર કરી હેને વિદાય કરી. પછી રાજા વિચાર કરવા લાગ્યા. મહે! ! મ્હારી પણ આવું આકાર્ય કરે છે. એમ ભાવના ભાવતાં ને વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. તેથી રાજાએ અમર ગુરૂને મંત્રી પદે સ્થાપન કર્યો અને પેાતાના પુત્રના રાજ્યાભિષેક કરી તેણે દીક્ષા લીધી, પછી વિધિ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળી તે મેક્ષે ગયા.
એ
ત્યારબાદ એક દિવસ મલયકેતુ રાજા અને અમરગુરૂ મંત્રી પૌષધશાળામાં પાષધ લઇ બેઠા હતા. દેવકૃતઉપસ - અમરગુરૂ સ્વાધ્યાય કરતા હતા અને રાજા પાતે શ્રવણ કરતા હતા. તેવામાં આકાશ માર્ગે દેવનું એક જોડલુ જતુ હતુ. તેના જોવામાં તે આવ્યા એટલે તેએમાંથી સભ્ય દ્રષ્ટિ એક ધ્રુવ ખીજા દેવને કહેવા લાગ્યા કે, પાષધમાં બેઠેલા આ રાજાને ચલાયમાન કરવા ઇંદ્ર પણ સમ નથી. તે સાંભળી નહીં સહન થવાથી રૂષ્ટ થઇ તે દેવ રાજા પાસે ગયા. અને કહેવા લાગ્યા કે, હું નરાધીશ ! તું બહુ ધીષ્ટ છે તેથી હું ત્હારી ઉપર તુષ્ટ થયેા છું, માટે કંઇક વરદાન માગ. જેથી હારૂં મનેાવાછિત હું પૂ કરૂ. રાજા ખેલ્યા, હે સુરેંદ્ર ? મ્હારે કાઇ પણ વસ્તુનું પ્રયાજન નથી. ત્યારબાદ તે દેવે પ્રભાતકાળ વિકૃવિને કહ્યુ કે, હે નરેદ્ર ! હવે પ્રભાત સમય થયે માટે પાષધ પાળા. પછી હુ હને
For Private And Personal Use Only