________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર માનતા હે તે પાછા વળો અને હું હીનકુળમાં જન્મેલી બ્રાહાણની પુત્રી છું માટે હુને આપ પરણે. અમરગુરૂએ પાછા વળી તે પ્રમાણે કર્યું પછી કેટલાક દિવસ ત્યાં રહી તેણે બાલપંડિતાને કહ્યું કે, હારા પિતાને કહે કે આપણને અહીંથી જલદી વિદાય કરે. તે બેલી, હે સુભગ ! ઉતાવળ કરવાનું શું કારણ છે? પછી અમરગુરૂએ તેની આગળ રાજાને પ્રશ્ન કહી સંભળાવ્યા. બાલપંડિતા બેલી, આ પ્રશ્નને ઉત્તર મહારે જ કરવાનું છે. કારણ કે, તે મચ્છના હસવાનું કારણ હું સમજી ગઈ છું. તે સાંભળી અમર ગુરૂ નિશ્ચિત થયે અને બ્રાહ્મણની આજ્ઞા લઈ પોતાની સ્ત્રી સહિત નિર્ભય ચિત્તે પિતાને ઘેર ગયે. બાદ માસને અવધિ પૂર્ણ થવાથી રાજાએ અમરગુરૂને
બોલાવવા માટે પોતાનો અનુયર મેક. પ્રશ્નને ઉત્તર અમરગુરૂની સ્ત્રીએ તેને જવાબ આપે કે,
માર્ગના શ્રમને લીધે હજુ તે સુઈ રહ્યા છે. પરંતુ રાજાના પ્રશ્નને ઉત્તર ત્યાં આવીને હું આપીશ. અનુચર બોલ્ય, હું ત્યાં જઈ રાજાને આ વાત જણાવીને ફરીથી તેમની રજા લઈ અહીં પાછા આવું છું. એમ કહી તે સુભટ રાજાની પાસે ગયે, અને સર્વ હકીકત જણાવી. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. અહીં સ્ત્રીઓની પણ આવી બુદ્ધિ હોય છે. જેથી આ અશકય પ્રશ્નનો જવાબ આપશે. માટે એને જેવી તે ખરી? રાજાએ હમ કર્યો. જલદી તે સ્ત્રીને અહીં બોલાવે. સેવક પણ તરત જ તે બાલપંડિતાને બોલાવી રાજાની પાસે લાવ્યું. રાજાએ મચ્છના હસવાનું કારણ પૂછયું. બાલપંડિતા બોલી, હે રાજન ? કૃપા કરી આપ સહુને એકાંત આપે જેથી આપના પ્રશ્નનો ઉત્તર હું આપું. રાજાએ તરત જ ભ્રકુટીને ઈસાર કરી લોકોને વિદાય કર્યા એટલે તે બોલી, હે નરેશ્વર? જ્યારે તમે હરતીની સ્વારી કરી બહાર
For Private And Personal Use Only