________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુનીન્થા.
(૩૮૩) એ પ્રથમ ઉધારે દાણા ખાધા હોય તે તેના દેવામાં સર્વ ધાન્ય ચાલ્યું જાય તે તે પાક હેના ઉપગમાં ક્યાંથી આવે ? પછી તેણે દેવાલયની વાત પૂછી, ત્યારે તે બેલી, જે તેમાં ચાર કે જાર પુરૂષે રહેતા હોય તે તે નકામું છે. એ પ્રમાણે બાપ દીકરીને સંવાદ સાંભળી અમરગુરૂએ વિચાર કર્યો કે, મહારું કાર્ય જરૂર આ બાલપંડિતા કરી શકશે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તે બાલપંડિતા પણ અમરગુરૂની બુદ્ધિથી બહુ ખુશી થઈ અને બેલી કે, હે તાત ! આ વિદ્વાન સાથે હવે પરણ. બ્રાહ્મણ છે , પુત્રી ! જે એ પ્રમાણે હારો મનોરથ સિદ્ધ થાય તે બહુ સારૂં. કારણ કે, તે વિદ્વાન આપણા કરતાં ઉત્તમ કુળવાન છે. માટે હારી સાથે લગ્ન કરે કે ન કરે તે નકકી કહી શકાય નહીં. ત્યારબાદ અમરગુરૂ જ્યારે ગામ જવા નીકળે ત્યારે,બાલ
પંડિતાએ આગળ જઈને તેના માર્ગમાં, બાલપંડિતાનું ઉચેરા ઉપર પોતાની સોનાની મુદ્રિકા તેની લગ્ન. પરિક્ષા જેવા માટે મૂકી. અમરગુરૂએ તે
મુદ્રિકા જેઈ જળથી શુદ્ધ કરીને લઈ લીધી. તે જોઈ બાલપંડિતા બોલી, હે મહાશય! આ અશુચિમાંથી હમેં વીંટી કેમ લીધી ? વિદ્વાન બે, અશુચિમાંથી પણ સેનું લેવાને કંઈ પણ દેશ નથી. વળી એ પ્રમાણે કહ્યું છે કે –
बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विद्यां, स्त्रीरत्नं दुष्कुलादपि ॥ અર્થ–બાલક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ સોનું લેવું, તેમજ નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા અને નીચ કુળની પણ કન્યા ગ્રહણ કરવી એમાં શાસ્ત્રથી બાધ નથી. તે સાંભળી બાળા બેલી, જે આ પ્રમાણે આપ સત્ય
For Private And Personal Use Only