________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ધર્મ કહ્યો. મંત્રી સહિત રાજાએ પણ વિધિ સહિત ગૃહીધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનીં પણ દેવ તથા વિદ્યાધરોની સભા સાથે રાજાની અનુજ્ઞા લઈ પ્રસ્તુત કાર્ય માટે વિદાય થયા. ત્યાર પછી રાજા પોતાના ધર્મમાં જ રત થઈ કાળ નિર્ગમન કરે છે. કદાચિત્ રાત્રીએ વિધિપૂર્વક પિષધ કરે છે, તેમ રાજા તથા મંત્રી બન્ને સાથે રાજભવનના એકાંત ભાગમાં ધર્મકિયા આરાધવામાં પ્રાયે કાલ નિર્ગમન કરે છે. એક દિવસ રાજા અને મંત્રી બન્ને ધર્મવિચારણા કરતા હતા તેવામાં અર્ધ રાત્રી ચાલી ગઈ. પણ રાજાને નિદ્રા આવી નહીં તેથી તેણે મંત્રીને કહ્યું કે, કૌતુક રસથી ભરપુર કોઈ નવીન કથા વૃત્તાંત તું મને સંભળાવ! મંત્રી બે, હે રાજન ! સાવધાન થઈ શ્રવણ કરે. આ
ભરતક્ષેત્રમાં સેંકડે વિબુધ ( પંડિતઅદૂભુતકથા. દેવ) થી રમણીય ઇદ્રની નગરી સમાન
ધરાતિલક નામે નગરી છે. તેમાં ભુવનપાલ રાજા રાજ્ય કરે છે. અને તેની પાસે અમર ગુરૂ નામે એક વિદ્વાન રહે છે. એક દિવસ રાજા અમર ગુરૂ સાથે બહાર જતે હતા. તેવામાં એક ઘરમાં ભાઈ બેન બન્ને એકાંતમાં બેસી કાંઈક વિચાર કરતાં હતાં, તે તેમના જેવામાં આવ્યું. એટલે રાજાએ અમર ગુરૂને કહ્યું કે, આ બન્નેનું એકાંતમાં બેસવું ઠીક ગણાય નહીં એમ કહી રાજા આગળ ચાલ્યો. તેટલામાં ત્યાં બજા રની અંદર એક ધીવર (મસ્ત્રી)વેચવા માટે એક મત્સ (માછલું) લઈ ઉભે હતે, વળી તે મત્સને હસતો જોઈ રાજા વિચારમાં પડયો કે, આ તિર્યમ્ જાતિ છે અને મરેલો છે. છતાં પણ હસે છે એ હોટું આશ્ચર્ય છે. એમ જાણી રાજાએ અમર ગુરૂને પૂછ્યું કે, આ મત્સને હસવાનું શું કારણ છે? તે તું પોતાની બુદ્ધિ વડે તપાસ કરી સત્ય હકિત મહને જણાવ, નહીં તે હવે હું દેશ
For Private And Personal Use Only