________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુરાજાનીકથા.
(૩૭૯ ). તેમાં પણ એક એકના છ છ ભેદ છે, એમ બન્ને મળી બાર પ્રકારનું તપ ગણાય છે. જેમકે અનશન, ઉદરિપણું, વૃત્તિઓને સંક્ષેપ, રસને ત્યાગ, કાય કલેશ, અને સંલીનતા એ છ પ્રકારનું બાહા તપ. તેમજ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ ભેદ આત્યંતર તપના જાણવા. તેમજ પાંચ આશ્રાને નિરોધ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ચાર કષાયોનો જય, તથા મન, વચન, અને કાયારૂપી ત્રણ દંડની વિરતિ, એમ સત્તર પ્રકારનો સંયમ જાણ. મન, વચન, અને કાયાવડે શુદ્ધ તેમજ વિસંવાદ રહિત જે વાણું તે ચાર પ્રકારનું સત્ય મુનિએ બોલવું જોઈએ. વળી દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું શાચ જીતેંદ્ર ભગવાને કહ્યું છે. તેમાં ઉપકરણાદિ દ્રવ્ય કહેવાય, તેની અંદર શુદ્ધિપણું અવશ્ય પાળવું. વળી કષાય દોષથી રહિત એવું જે ચિત્ત તેને ભાવ શૌચ કહ્યું છે. આ ભાવ શાચને વીતરાગ ભગવાને સત્ય શાચ કહ્યું છેકારણ કે, શારીરિક મળની શુદ્ધિ સુખેથી થઈ શકે છે. પરંતુ અતિચિકણા કર્મ મળથી લેપાએલા ચિત્તની શુદ્ધિ બહુ અશક્ય છે. સત્ અને અસત્ વસ્તુઓમાં મૂછો રાખવી તે પરિગ્રહ કહેવાય. વળી તેમાં નિરપેક્ષ બુદ્ધિ કરવી તેને અકિંચનપણું કહ્યું છે. તેમજ દારિક અને ક્રિય સ્ત્રીઓને મન, વચન, અને કાયાથી ત્રિવિધ જે ત્યાગ કરે તે નવ પ્રકારનું બહાચર્યવ્રત જીતેંદ્ર ભગવાને કહ્યું છે. એ પ્રમાણે વિશુદ્ધ વૃત્તિઓ વડે વિધિપૂર્વક દશ પ્રકારને યતિધર્મ પાળતે મુનિ પોતાના કર્મને ક્ષય કરે છે. મલયકેતુ રાજા બોલ્યા, હે મુનીંદ્ર ! મુનિ ધર્મ પાળવામાં હું
અશક્ત છું, માટે હે ભગવન ! કૃપા કરી મલયકેતુરાજા. ગૃહીધર્મને હને ઉપદેશ આપો. ત્યારબાદ
મુનિએ સમ્યકત્વાદિ બાર પ્રકારને શ્રાવક
For Private And Personal Use Only