________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સમાતું આકાશમાં દુંદુભિ નાદ ઉછળવા મુનિનું આગમન લાગ્યું. તે સાંભળી રાજા વિસ્મિત થઈ ગયે,
અને ગગનાંગણ તરફ દષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં આવતા દેવતાઓ તેના જેવામાં આવ્યા, વળી તેઓના મધ્ય ભાગમાં, કાંતિમાં સુવર્ણ સમાન, રૂપ વૈભવમાં કામદેવ સમાન, અને બહુ ભક્તિભાવથી દેવ તથા ખેચરોએ સ્તુતિ કરાતા, એવા એક મુનિવર તેના જેવામાં આવ્યા કે, તરતજ રાજા સંભ્રાંત થઈ ઉભે થયે. અને હાથ જોડી મુનીંદ્રને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગ્યાં, પ્રભે ! મહારી ઉપર કૃપા કરી આપ ક્ષણમાત્ર અહીં પધારો. મુનદ્ર રાજાનું વચન સાંભળી તેમજ બહુ લાભ જાણી દેવ અને વિદ્યાધર સહિત ત્યાં ઉતર્યા. રાજાએ પોતેજ મુનીંદ્રને ભદ્રાસન આપ્યું. મુનીંદ્ર તેની ઉપર વિરાજમાન થયા. પછી પરિવાર સહિત રાજાએ વિધિપૂર્વક વંદન કર્યું. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો.
ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપશ્ચર્યા, ધર્મદેશના. સંયમ, સત્ય, શાચ, અપરિગ્રહ અને બ્રહા
ચર્ય એમ દશ પ્રકારને યતિધર્મ કહ્યો છે. તેમાં, કારણુ અગર નિષ્કારણપણે ક્રોધાયમાન થઈ દુર્વચન બોલતા એવા ઘાતક ઉપર પણ ઉપશાંત મનવાળા મુનિએ શાંતિ (ક્ષમા) કરવી. આ લોકમાં માનનું વિઘાત કરનાર જે સરળપણું તે માર્દવ કહેવાય. વળી તે માર્દવ વિનયનું મૂળ કારણ છે તેથી મુનિએ અવશ્ય તેનું સેવન કરવું. માયા એટલે કુટિલ સ્વભાવ, તેને ત્યાગ કરે તે આર્જવ કહેવાય છે. વળી સરળ સ્વભાવી મુનો વિશુદ્ધ ધર્મ મેળવી શકે છે. સ્વજન, ધન, વિષયનાં ઉપકરણ અને દેહાદિકને વિષે જે ત્યાગબુદ્ધિ તે અપ્રતિબંધન સવરૂપવાળી મુક્તિ જાણવી. બાહ્ય અને આત્યંતર એમ તપ બે પ્રકારનું છે.
For Private And Personal Use Only