________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમઝીનીયા.
(૩૭૧) ચીરાવા લાગ્ય, સઘળાં અંગ વાયુની વેદનાથી ભરાઈ ગયાં, બલવાની શકિત પણ બહુ ઘટી ગઈ. શ્વાસ પણ બહુ ચાલવા લાગે, એમ અનેક ઉપદ્રવને લીધે તે બહુ અશકત થઈ ગઈ. એટલે વિમલ શ્રેણીએ મંત્રવેદી વૈોને બેલાવ્યા, તેઓએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાય કર્યા પણ કંઈ આરામ થાય નહીં. ત્યારપછી શ્રીપ્રભાએ વિમલને કહ્યું, હવે હું જીવવાની નથી. માટે મહને ભૂમિ ઉપર સુવાડે અને સ્વજનવર્ગને બેલા, જેથી તેઓની હું ક્ષમા માગું. વિમલે પણ તે પ્રમાણે કર્યું, અને શ્રીપ્રભાને કહ્યું કે તું હારા અશુભ કાર્યની પર્યાચના કર. શ્રીપ્રભા બેલી, પ્રિય પતિ! પાપકમ, તે મહેં બહ કર્યા છે. પરંતુ એક હોટું નિર્દય કાર્ય કર્યું છે. જેથી હું દુર્ભાગિણી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન છું. વળી મહારૂં હૃદય મેહરૂપી ગ્રહથી ઘેરાયેલું છે. અવિવેકને લીધે હારૂં ચિત્ત સ્થિર નથી. રાગાંધ બની બહુ અધમ કાર્ય મહારાથી કરાયાં છે તેમજ સ્ત્રીઓમાં પ્રધાનપણે રહેલી ઈર્ષાવડે મહે તે સમયે પ્રવાકાના મુખથી ઉત્તમ કુળમાં જન્મેલી, ઉત્તમ શૈર્યવાળી, શાંતિગુણ જેમાં મુખ્ય રહેલે છે અને ચંદ્રલેખાની માફક મન, વચન અને કાયાથી નિષ્કલંક એવી મહાસતી ધનશ્રી ઉપર તસ્વારા સ્નેહનો ઉછેર કરવા મિથ્યા આળને આરેપ કરાવ્યો છે તે હજુ પણ મહારા હૃદયમાં શલ્યની માફક પીડે છે. તે પ્રમાણે શ્રીપ્રભાનું વચન સાંભળી વિમલ પશ્ચાત્તાપ
કરવા લાગ્યો. મહા ખેદની વાત છે કે વિમલને કર્ણ દુર્બળતાને લીધે આ અકૃત્ય કર્યું. પશ્ચાતાપ. માત્ર મહે લેકના કહેવા ઉપર વિશ્વાસ
રાખે. તેનું આ પરિણામ આવ્યું. આશ્ચર્યું છે કે અવિવેકને લીધે અકાર્ય કરનાર એવા હને અને
For Private And Personal Use Only