________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. દેવી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ પ્રભાતમાં ધનશ્રીને રાત્રીનું વૃત્તાંત કહ્યું તેથી ધનશ્રીને વિષાદ કેટલેક ક્ષીણ થશે. અને પોતે ધમ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. એવામાં એક દિવસ પિતાના પિતાને ત્યાં ભિક્ષા માગવા
માટે બે સાધ્વીઓ આવી. ધનશ્રીએ સાવીને તેને જોઈ બહુ ભક્તિ પૂર્વક વંદન કર્યું. સમાગમ. પછી બહુ માનપુર્વક ભક્ત પાનાદિક હે.
રાવ્યું. તેમજ તેઓને રહેવાનું સ્થાન તેણીએ પુછયું. સાધ્વીએ અમુક ઉપાશ્રય બતાવ્યો. ભેજન કર્યા બાદ ધનશ્રી તેના સ્થાનમાં ગઈ. ત્યાં શીલમતી નામે મુખ્ય ગુરૂણને વંદન કરી તેમની સાધ્વીઓને પણ વાંદીને શુદ્ધ ભૂમિ ઉપર તેમની પાસે બેઠી. પછી તેણએ વિનયપૂર્વક ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો. ગુરૂણીએ પણ સારી રીતે ક્રોધાદિક કષાનો વિપાક કહ્યો. તેમજ મિથ્થાપવાદનું ફલ, ઇંદ્રિયાદિકનું ગેપન, નિર્મળ એવા સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દેષ પણ વર્ણવ્યા. આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળી ધનશ્રીને આત્મિક ભાવ બહુ ઉલ્લાસ પામવા લાગ્યો, તેથી હેને અપૂર્વ કરણ પ્રાપ્ત થયું. અને અષ્ટ કર્મની ગ્રંથિ પણ ભેદાઈ ગઈ. પછી તેણીએ જેન ધર્મને સ્વીકાર કરી સર્વ અણુવ્રત ગ્રહણ કર્યા ત્યારબાદ સાધ્વીઓને વંદન કરી ધનશ્રી પિતાને ઘેર ગઈ. આ પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી પોતાને કૃતાર્થ માની સ્વામીના વિરહ દુ:ખનો તિરસ્કાર કરતી ગત સમયને પણ જાણતી નથી. અન્યદા શ્રી પ્રભા મહા જવરથી ઘેરાઈ ગઈ અને પ્રતિ દિવસે
શરીર ક્ષીણ થવા લાગ્યું. મસ્તક પણ . શ્રીપ્રભાની વેદના, માદિકની વેદનાથી ધમધમવા લાગ્યું, શૂ
લની પીડા પણ બહુ વધી ગઈ, પૃષ્ઠ ભાગ
For Private And Personal Use Only