________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રીની કથા.
(૩૬૯) કરતી એકલી ધનશ્રીને જોઈ તેનાં માતામાબાપને શોક. પિતા એકદમ હર્ષ અને શોકમાં પડી ગયાં
અને વિચાર કરવા લાગ્યા કે, આ પુત્રી ઉદ્વિગ્ન મનવાળી કેમ દેખાય છે? વળી નિસ્તેજ મુખાકૃતિને ધારણ કરતી આપણું પુત્રી સાસરેથી અત્યારે એકદમ શા માટે આવી? એમ બેલતાં તે બન્ને જણ હેને મળ્યાં એટલે બહુ ક્રોધથી ભરાઈ ગયેલા હૃદયે તે રૂદન કરવા લાગી. પછી તેના માતાપિતાએ આસ્વાસન આપી પૂછયું, ત્યારે ધનશ્રીએ પોતાનું યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી બને જણ બહુ દુ:ખી થઈ ગયાં અને ચિંતવવા લાગ્યાં. શું એને પતિ સંસારથી વિરક્ત થયો હશે ? કિંવા આ પુત્રીએ ઉભય કુળમાં કલંક લગાડયું હશે ? કિંવા દેવની પ્રતિકૂલતા થઈ? કિંવા અંતરાય કમ પ્રગટ થયું ? કિંવા એની સંપત્નિએ એના પતિને ભાવ ઉતારી નાખે? કે એના પુણ્યનો પ્રભાવ આવી રહ્યો ? એમ કેટલાક વિતર્ક કરી પુત્રીના દુ:ખનું કારણ જાણવા માટે તેના પિતાએ રાત્રીએ કુલદેવીની પૂજા કરી અને દેવીનું ધ્યાન કરી તેની આગળ પૃથ્વી ઉપર સુઈ ગયે. કુલદેવી પરોઢના ભાગમાં પ્રત્યક્ષ થઈ બેલી, હે શ્રેષ્ઠી ! આ બાબતમાં ધનશ્રીને કેઈપણ દોષ નથી. વળી નવીનચંદ્રની કલા સમાન શુદ્ધ ગુણેથી વિભૂષિત એવી આ ધનશ્રી મહાસતી છે. પરંતુ એની શૉકના કહેવાથી એક પ્રવ્રાજકાએ કપટ કરી ધનશ્રીનું જુઠું કલંક રસ્તામાં જતા વિમલ શ્રેષ્ઠીને સંભળાવ્યું. તેથી તે પિતાના હૃદયમાં શંકિત થઈ કુળ કલંકના ભયને લીધે તેણે ધનશ્રીને અહીં મોકલી છે. માટે તમે ખેદ કરશો નહીં. કેટલાક દિવસ ગયા પછી વિમલ પોતે જ અહીં આવીને ધનશ્રીને લઈ જશે. એમ કહી કુલ
For Private And Personal Use Only